Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

તલાટીમંત્રીને સોગંદનામાની સત્તાનો જસદણના વકીલોનો વિરોધઃ જાહેરનામું રદ કરવાની માંગ

ઉપવાસ આંદોલનની ચિમકી સાથે ડે. કલેકટરને આવેદન

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા.૮ :રાજય સરકારે તલાટી મંત્રીઓને જુદા જુદા ૨૨ જેટલા સોગંદનામા કરવાની સતા આપવાની જાહેરાત કરી છે તેના વિરોધમાં જસદણના વકીલોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જસદણના વકીલો હાર્દિકભાઈ સરધારા, સુરેશભાઈ જોગરાજીયા, લાલજીભાઇ ઠુંમર, દીપુભાઈ ગીડા, દિલીપભાઈ બોદર, ઘનશ્યામભાઈ બોઘરા, અનિલભાઈ ચોથાણી, રશ્મિનભાઈ શેઠ, ધર્મેશભાઈ ટાઢાણી સહિતના વકીલો પિટિશન રાઈટરો, બોન્ડ રાઈટરો વગેરેએ પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વકીલો, રેવન્યુ કામ કરતા લોકો, સોગંદનામાં, અરજીઓ, દસ્તાવેજો, સાટાખત, ખેતીવિષયક અરજીઓ, વારસાઈ હક, હક કમી વહેચણી વગેરે કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ રાજય સરકારના ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ એ તલાટીઓને જુદા જુદા ૨૨ જેટલા સોગંદનામા કરવાની સત્ત્।ા તલાટી મંત્રી ઓ ને આપી છે જે કાયદાની વિરોધમાં છે સોગંદનામાની સત્ત્।ા મામલતદાર, નાયબ મામલતદાર, નોટરી વગેરે હોય છે તલાટી પાસે લેવાયેલું સોગંદનામુ કાયદા દ્વારા માન્ય ગણાય નહી. કોર્ટમાં પણ તલાટીની રૂબરૂ કરવામાં આવેલ સોગંદનામાં કાયદા વિરુદ્ઘ ગણાય. આવા સોગંદનામા નો કોઈ અર્થ રહે નહીં. ઓથ એકટ ૧૯૬૯ કેન્દ્ર સરકારનો કાયદો છે જેમાં રાજય સરકારને સુધારો કરવાની કોઇ જ સતા નથી.

સોગંદનામાં જેવા કામકાજ ઉપર વધુ નિર્ભર વકીલ શ્રીઓ વગેરેને સરકારના આ નિર્ણયથી વકીલોની આવક ઉપર માઠી અસર પડે તેમ હોય સોગંદનામાંથી પ્રાપ્ત થતી આવક ન મળવાને કારણે તેમની રોજીરોટી છીનવાઇ જાય તેમ હોય તમામ વકીલો આ નિર્ણયનો વિરોધ કરી આવેદનપત્ર આપીએ. આ જાહેરનામું રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી વકીલો પિટિશન રાઇટર ઓ બોન્ડ રાઇટર ઓ વગેરે આપી હતી.

(12:00 pm IST)