Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સલાયામાં ૪ કિલો ગાંજા સાથે ઝડપાયો : જામનગરના સપ્લાયરનું નામ ખૂલ્યું

ખંભાળીયા તા. ૮ : સલાયામાં બારલોવાસ જસરાયા ચોક પાસે રહેતો ઓસમાણગની મુસાસુ ભણીયા (ઉ.૪૦) નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાંં વેચાણ અંગે ગાંજો રાખ્યો હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડતા મકાનમાંથી ૩ કિલો ૮૭૦ ગ્રા ગાંધી કિ. રૂ.૩૮,૭૦૦ નો મળી આવતા શખ્સની અટકાયત કરી તેની પાસેથી મોબાઇલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સની પુછપરછમાં ગાંધો જામનગરના ગાડુકા ગામે રહેતો જુવાનસિંહ જાડેજાએ આપ્યો હોવાની કબુલાત આપતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

ભાટીયામાં મેચનો સટ્ટો રમતા બે ઝડપાયા

ભાટીયા પોલીસ પેટ્રોલીંગમાં હોય ત્યારે દિનદયાળ ચોક પાસે ગલીમાં બે શખ્સો મોબાઇલમાં આઇપીએલ મેચ પર આઇડી. મારફત ક્રિકેટનો સટ્ટો રમતા હોવાનું જોવા મળતા પોલીસે સચિન નારાયણ પટેલ, ભીમશી ટપુ ભાટીયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ તથા મોબાઇલ નંગ-ર મળી કુલ ૧૪,૮પ૦ ની મતા કબ્જે કરી પુછપરછ હાથ ધરતા સટ્ટાની કપાત ભાણવડના વિવેક માલાભાઇ રાજયગુરૂ, હિતેશ રાજયગુરૂ અને વિશાલ રાજયગુરૂ પાસે કરતા હોવાનું ખુલતા પોલીસે પાંચેય શખ્સો સામે  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(11:58 am IST)