Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભાયાવદરના કેરાળી અને ગોંડલના વેકરી ગામે જુગારના દરોડાઃ ૧૪ શખ્સો પકડાયા

ગોંડલમાં રેલ્વે સ્ટેશન પાસે વરલીના આંકડા લેતો હુસેન ઝડપાયો

રાજકોટ તા. ૮: ભાયાવદરના કેરાળી અને ગોંડલના વેકરી ગામે જુગાર રમતા ૧૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં ભાયાવદરના કેરાળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના પો.કો. રાજેશભાઇ તાવીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા નગાભાઇ ઉર્ફે બટુક રામભાઇ સુવા, મેરામણ બાવાભાઇ ગોહેલ, વિક્રમ ગોવિંદભાઇ કનારા, હિતેશ વેલજીભાઇ તંબોલીયા, રે. તમામ ખાખી જાળીયા ગામ, રણમલભાઇ ઉર્ફે રમેશ ગોવિંદભાઇ પંપાણીયા રે. ગઢાળા તથા દિનેશ અરશીભાઇ ઝાલા રે. મોજીરાને રોકડા રૂ. ૧ર,૮ર૦ તથા ત્રણ બાઇક મળી કુલ રૂ. ૯ર,૮ર૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ગોંડલના વેકરી ગામે અર્જુનસિંહ ભોજરાજસિંહ ઝાલા રે. વેકરીની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. આર. ગોહિલ, હેડ કો. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી તથા પો. કો. કૌશીકભાઇ જોષી સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક અર્જુનસિંહ, લખધીરસિંહ ઉર્ફે ભીખુભા હેમુભા ગોહિલ રે. ગોમટા, કેતન ભીખુભાઇ ધરજીયા રે. વિરપુ, પ્રધ્યુમનસિંહ હમીરસિંહ જાડેજા રે. ખંભાલીડા, શૈલેષ વલ્લભભાઇ દે઼સાઇ રે. વિરપુર, હરી ભુરાભાઇ રામાણી રે. સુલતાનપુર તથા ધર્મેશ રાઘવભાઇ વઘાસીયા રે. વિરપુરને રોકડા રૂ. ૮૬,પ૦૦, પ મોબાઇલ તથા બે બાઇક મળી કુલ રૂ. ૧,૪પ,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.

જયારે ગોંડલમાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં વરલી ફિચરના આંકડા લેતા હુસેન ગનીભાઇ ગામોટ રે. મતવા શેરી ગોંડલને રોકડા રૂ. ૧રપ૬૦ અને વરલીના સાહિત્ય સાથે પો.કો. યુવરાજસિંહ ગોહિલે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)