Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ઝાલાવાડમાં ૧૬૦% વરસાદ છતા ચોટીલા તાલુકાના ૩પ ગામોના લોકોને પીવાના પાણીના વલખાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ ખાબકતા પામ્યો છે જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ૧૬૦ ટકા જેટલો વરસાદ વરસવા પામ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ  ચોટીલા ના ગ્રામ્ય વિસ્તારો અને ચોટીલા શહેરી વિસ્તારમાં ખાબકવાપામ્યો છે ત્યારે સાર્વત્રિક વરસાદના પગલે ચોટીલા ત્રીવેણી ઠાંગા ડેમ વરસાદી સિઝન દરમિયાન સતત ઓવરફ્લો બન્યો છે.

ચોટીલામાં જળાશયો પણ સાર્વત્રિક વરસાદના પગલે બે કાંઠે હાલમાં પણ વહી રહ્યા છે તે છતાં પણ ચોટીલામાં વરસાદના કારણે નદીનાં જળાશયો ઓવરફલો બની ગયા હોવા છતાં ચોટીલાની જનતાને પીવાનું પાણી ભરવા માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નગરપાલિકામાં વારંવાર રજૂઆત છતાં પણ પીવાનું પાણી લોકોને ન મળતા ભારે ચોટીલા વાલીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે..

ચોટીલા શહેરી વિસ્તાર ઉપરાંત ચોટીલા તાલુકાના અનેક ગામોમાં પાણીની સમસ્યા, છેલ્લા આઠ દિવસથી પાણી પુરવઠો બંધ, ચાણપા સંપ થી લાઇન રીપેરીંગ ના અભાવે છેલ્લા આઠ દિવસથી ચોટીલા તાલુકાના ૩૫ કે તેથી વધુ ગામોમાં  પાણી બંધ પાણી, નર્મદા વિભાગના તેમજ મિકેનિકલ વર્ક ની બેદરકારી ના કારણે તાતકાલી લાઇન રીપેરીંગ થતી નથી,  રાજય સરકાર માંથી કોઇપણ જાતના દબાણ ન હોય તેવું લાગે છે, સરકાર દ્વારા સામે પગલાં લેવામાં આવે તેવી માંગ અને તાત્કાલિક ધોરણે પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી માંગ ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

 ચોટીલા ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોને પોતાના પશુઓને પીવડાવવા માટે પણ પોતાના ઘરોમાં હાલમાં પાણી રહ્યું નથી ત્યારે છેલ્લા દસ દિવસથી  પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં ન આવ્યું હોવાના કારણે પીવાના પાણીની સમસ્યા ચોટીલા મા ઉદભવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા પશુપાલકોના પશુઓને પાણી પીવડાવવા માટે ગામથી ત્રણ કિલોમીટર દૂર તળાવ ઉપર જવું પડી રહ્યું છે અને ફરજિયાત પશુઓને પાણી પીવડાવવા માટે તળાવ એ ધક્કો ખાવો પડી રહ્યો છે ત્યારે સત્વરે જે ચાણપા સંપ થી લાઇન રીપેરીંગ ના અભાવે છેલ્લા આઠ દિવસથી ચોટીલા તાલુકાના ૩૫ કે તેથી વધુ ગામોમાં  પાણી બંધ પાણી, નર્મદા વિભાગના તેમજ મિકેનિકલ વર્ક દ્વારા આ સંપ રીપેરીંગ કરી ચોટીલા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે તેવી  માંગ છે.

(11:57 am IST)