Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

થાનમાં ઓવરબ્રિજની કામગીરી સ્થગિત : ભાજપ-કોંગ્રેસ સામસામા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૮ : થાનમાં બની રહેલા ઓવરબ્રિજની કામગીરી હાલ સ્થગિત કરાવવા આ મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.થાન શહેરની મધ્યમાં રૂપિયા ૪૦ કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે જોગ આશ્રમ વિસ્તાર પાસે બનાવવામાં આવેલી દિવાલ ની લંબાઈ ના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આથી સ્થાનિકો દ્વારા આ મામલે વિરોધ કરી પાલિકા તંત્રમાં જણાવ્યું હતું કે અકસ્માત કે આગ જેવી દ્યટના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર ના વાહનો પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી આથી લોકોની હાલાકી ધ્યાને લઇ તંત્ર દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ હતી.

ત્યારે તાજેતરમાં પાલિકાના નવનિયુકત પ્રમુખ લીનાબેન ડોડીયા ની અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં હાલ ઓવરબ્રિજની કામગીરી સ્થગીત રાખવાનો નિર્ણય કરાયો હતો.આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુ ભાઈ ભગત દ્વારા પાલિકાના સત્ત્।ાધીશો અને કોંગ્રેસના સભ્યો દ્વારા ગેરરિતી માટે કામ બંધ કરાવી દીધું હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ હતી.

પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના હિતને લઈને હાલ કામ બંધ કરાવ્યું છે કોન્ટ્રાકટરને રૂબરૂ બોલાવી વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયાસ છે જેથી ઓવરબ્રિજ પણ બને અને લોકોને મુશ્કેલી પણ ન પડે જયારે પાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હર્ષદભાઈ પાટડીયા એ જણાવ્યો કે પ્રજા હિતનો નિર્ણય હોય કોંગી સભ્યો દ્વારા એમાં સંમતિ આપવામાં આવી છે બાકી બીજા આક્ષેપો સદંતર ખોટા છે.

(11:56 am IST)