Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સાયલા તાલુકાને જોડતા

નાનામાત્રા - ગંગાજળ - સમઢીયાળા રસ્તે મેજર બ્રિજ માટે ૪ કરોડની રકમ મંજુર

બે જિલ્લા-તાલુકાને જોડતો વરસો જૂનો પ્રશ્ન મંત્રી કુંવરજીભાઇના પ્રયત્નથી ઉકેલાયો

જસદણ તા.૮ : વિંછીયા અને સાયલા તાલુકાને જોડતા અતિ મહત્વના નાનામાત્રા ગંગાજળ સમઢીયાળા રસ્તે મેજર બ્રિજ બનાવવાના કામને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવતા વરસો જૂનો પ્રશ્ન કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નથી ઉકેલાયો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના સમઢીયાળા, નાનામાત્રા, ધજાળા (તા.સાયલા જી.સુરેન્દ્રનગર) રસ્તા ઉપર સને. ૨૦૧૭ના ભારે પુરમાં એક વ્યકિતનું તણાઇ જવાથી મૃત્યુ થયુ હતુ. પ્રસુતાને મેડીકલ સેવા આપવા આવેલી ટીમને સામા કાંઠે પહોચાડવા મદદરૂપ થતી વખતે એક વ્યકિત પુરમાં તણાઇ ગઇ હતી તેમજ નાનામાત્રા ગામે પ્રસુતી સમયે એરફોર્સના ચેતક હેલીકોપ્ટર બોલાવી બે પ્રસુતાની જાન બચાવવા સહિતની બાબતો પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો ધ્યાને મુકી મેજર બ્રિજના કામને મંજુર કરાવ્યુ છે.

સાયલાના નાનામાત્રા, ગંગાજળ, સમઢીયાળા, ગ્રામ્ય માર્ગ રસ્તાનો મેજર બ્રીજ ૧૫૦ મીટરની લંબાઇ માટે અંદાજે રકમ ૪ કરોડની દરખાસ્તને માર્ગ મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવતા આગામી સમયમાં અંદાજપત્રકોને ટી.એસ. મેળવ્યા બાદની તમામ વહીવટી પ્રક્રિયાઓ વહેલી તકે પુરી કરવા કાર્યપાલક ઇજનેરને જણાવવામાં આવ્યુ છે.

(11:55 am IST)