Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમદાવાદમાં અત્યાચારના મામલે પ્રતિકાર યાત્રા યોજાઇ ત્યાર પહેલા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા ધારાસભ્ય સોલંકી-હાર્દિક પટેલની અટક કરી લીધેલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: હાથરસ પીડિતાના ન્યાય અને સન્માન માટે કોચરબ આશ્રમ થી ગાંધી આશ્રમ સુધી જે પ્રતિકાર યાત્રા નું આહવાહન દસાડા-લખતર ના ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી એ કરેલ. તે યાત્રામાં કોચરબ આશ્રમ ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા, અખિલ ભારતીય અનું. જાતિ ડિપાર્ટમેન્ટ ના ગુજરાત ના પ્રભારી શ્રી નગારેજી, દસાડા લખતર ના ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના ચેરમેન  લાલજીભાઈ દેસાઈ, અમદાવાદ શહેર પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાશ્રી તેમજ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર તેમજ મનીષભાઈ દોશી તેમજ ગુજરાત અનુસૂચિત જાતિ વિભાગનાં ચેરમેન  તરુણભાઈ વાઘેલા અને ગુજરાત પ્રદેશ સેવાદળના મહિલા એકમના પ્રમુખ પ્રગતિબેન આહીર તેમજ કોર્પોરેટરો, સંગઠન પ્રમુખો તેમજ સંખ્યાબંધ મહિલા કાર્યકર્તાઓ અને એકિટવિસ્ટો મોટી સંખ્યામાં જોડાયેલ.પોલીસ દ્વારા તમામ લોકોની ખુબજ બેરહેમીપૂર્વક બળ પ્રયોગ કરીને ધરપકડ કરવામાં આવી હતી.

તદ્દઉપરાંત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિકભાઈ પટેલની તેમના નિવાસસ્થાનેથી જ પોલીસ દ્વારા ધરપકડ કરીને રેલીના સ્થળે જતા બળજબરીપૂર્વક રોકવામાં આવ્યા હતા.

(11:54 am IST)