Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વેરાવળ એસટી કંટ્રોલ પોઇન્ટ ઉપર અભિનેત્રી રાજશ્રી મિનાના જન્મદિને ફ્રી મેડીકલ કેમ્પ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૮ : સોમનાથ મહાદેવ નાં સાનિધ્ય માં તારીખ૧૦/૧૦/૨૦૨૦ને શનિવારે સવારે ૧૦ થી બપોરે ર વાગ્યા સુધી  સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સુરક્ષા પોલીસ અધીક્ષક એમ ડી ઉપાદયાય અને આઈ.જી મેમોરીયલ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના ડો રાજેશભાઈ ધનશાણી  સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ના અદયક્ષ સ્થાને મુંબઈ વસઈ સ્થીત સોમનાથ વેરાવળ મા અનેક સેવાઓ આપી માનવતા ની અનોખી મહેક મહેકાવતી ગુજરાતી રંગભૂમિના દીગ્ગઝ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી ના જન્મ દિવસે કોઈ પાર્ટી કે ફાલતુ ખર્ચ થી કલાકારોને મોજશોખ કરાવવા ને બદલે સર્વ રોગ નિદાન કેમ્પ માં વેરાવળ આઈ.જી મેમોરીયલ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ ના એમ.ડી ડોકટર હેમંત ભાઈ રાઠવા ડો સીમાબેન તન્ના ડેન્ટલ ફીઝીયોથેરાપી ઓર્થોપેડીક તેમજ અન્ય ડો ડોલીબેન દતાણી સહીત ના આંખો ના સર્જન ડો મુકેશ ભાઈ ચગ અને ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય જીલ્લા એન.સી ડી સેલ ની ટીમ સાથે આયોજન કરવામાં આવ્યું.

મુંબઈ થી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જણાવ્યુ હતું કે હું કયારેય મોજશોખ કે કોઈ ફાલતુ ખર્ચ થી નહી પરંતુ યાત્રિકો ને તેમજ અન્ય ને આરોગ્ય ની સુવિધા મળે તે હેતુસર મારા જન્મ દિવસે કોઈ પાર્ટી નહી પણ લોકો માટે કંઈક કરી છુટવાની ઈચ્છા હોય જે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ટ્રસ્ટી કમ સેકટરી પી.કે લહેરી  તેમજ એરીયા મેનેજમેન્ટ ઓફિસર સુરેન્દ્રસિંહ (સુરૂભા  જાડેજા) દ્વારા તેમજ  ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગના જી.ઓ શાહ સાહેબ તેમજ સુરક્ષાપોલીસ અધીક્ષક એમ ડી ઉપાદયાય સાહેબ આઈ.જી મેમોરીયલ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડો રાજેશ ભાઈ ધનશાણીના મળેલા સાથ સહકાર થી સોમનાથ મહાદેવ નાં સાનિધ્ય માં આરોગ્ય વિભાગ ના ડો બાંભરોટીયા, ડો ભગવાન બારડ તેમજ કોવીડ ટીમ ઇન્ચાર્જ મેહુલભાઈ દ્વારા આયોજન થી તેઓનો  પણ આભાર સાથે તમામ પત્રકારો નો  સહકાર મળ્યો છે.

(11:52 am IST)