Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગીર સોમનાથમાં NHM યુનિયન દ્વારા પગાર પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજૂઆત

પેનડાઉન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજાશે

પ્રભાસપાટણ તા.૮ : આરોગ્યતંત્રમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ટેકનીકલ અને નોન ટેકનીકલ કેડરમાં વિવિધ પોસ્ટમાં કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી કર્તવ્યપુર્ણ નિષ્ઠાપુર્વક કોન્ટ્રાકટર કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલ છે.

કાયમી કર્મચારી અને કોન્ટ્રાકટર કર્મચારીની સમાન પોસ્ટ હોવા છતા મહેતાણામાં વિશંગતાઓ રહેલી છે. આ બાબતે સ્ટેટ એન.એચ.યુનિયન દ્વારા સરકારમાં વારંવાર લેખીત રજૂઆત કરેલ છે પરંતુ આજ દિવસ સુધી કોઇ હકારાત્મક પ્રત્યુતર મળેલ નથી. સરકારને તા.૧-૧૦-૨૦ સુધીનુ અલ્ટીમેટમ આપેલ હતુ પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થયેલ નથી તો ગીરસોમનાથ જીલ્લા એન.એચ.એમ. યુનિયન દ્વારા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીને આગામી દિવસમાં થનારા કાર્યક્રમો બાબતે રજૂઆત કરેલ છે.જેમાં તા.૬ના રોજ કાળીપટ્ટી ધારણ કરવી, તા.૭ થી ૮ ના રોજ પેન ડાઉન, તા. ૯ના રોજ ખાસ સીએલ, તા. ૧૨ના રોજ અચોકકસ મુદ્દતની હડતાલ કરાશે તેમ જિલ્લા એનએચએમ યુનીયન ગીર સોમનાથની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:51 am IST)