Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સાતમાંથી ચાર જુગારીઓ ભાણવડના

ભાયાવદરના પડવલામાં સાત જુગારી ઝડપાયા

મોટી પાનેલી,તા.૮: ઉપલેટા તાલુકાના ભાયાવદર તાબાના પડવલા ગામે સિમ વિસ્તારમાં વાળી માલિક જેન્તીભાઇ મોહનભાઇ બારોચીયા ઉર્ફે જેના ની વાળીએ આવેલ મકાન માં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાલ ઉઘરાવામાં આવે છે તેવી બાતમીના આધારે પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની સૂચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર જેતપુરના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.વી.ગોજીયા તથા સ્ટાફ દ્વારા પડવલા સિમ વિસ્તારમાં જુગારની રેઇડ કરતા વાડી માલિક જેન્તીભાઇ મોહનભાઇ બારોચીયા રે.પડવલા સાથે મેરામણ સામતભાઇ મોઢવાડીયા રે.ભાણવડ યુનુસ નૂરાભાઈ સમા રે.ભાણવડ નીરજ મહેશભાઈ રામાનુજ રે.ભાણવડ કાદર હમીરભાઇ નોયડા રે.પડવલા ને જુગાર રમતા રોકડ રૂપિયા ૬૦૬૦૦ સાથે ઝડપી લીધા હતા જયારે બે અન્ય જુગારી મહેશ દરજી રે.ભાણવડ તેમજ હમીર ડાંગર રે.સેવંત્રા વાળા નાશી જતા તેમની શોધખોળ ચાલુ છે આ રેઇડમાં મોબાઈલ નંગ છ, મોટરસાયકલ નંગ બે તેમજ એક ફોરવીલ સહીત કુલ રૂપિયા ૬,૨૨,૬૫૦ નો મુદામાલ ઝડપાયો છે રેડની કામગીરીમાં પો.સબ.ઈન.એસ.વી.ગોજીયા સાથે સંજયભાઈ કિહલા મયુરભાઈ સોલંકી ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજેશભાઈ તાવીયા જેન્તીભાઇ મકવાણા સંજયભાઈ પંચાળા વલ્લભભાઈ મકવાણા એ સાથે રહીને જુગારીઓને દબોચી લીધા હતા.

(11:51 am IST)