Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

માણાવદર વંથલી હાઇવે ઉપર ગાબડ બુરવામાં લોટ પાણીને લાકડાની નીતિઃ બાવળો બને છે વિલન ?

રોડ વચ્ચે આવતા બાવળોથી વાહન ચાલકો સામે સતત અકસ્માતનો ભયઃ ધધ- ર૦૧૧થી આજ સુધીમાં બાંટવાથી સુલતાનાબાદ વચ્ચે ર૮ રોડ અકસ્માતો ૧૦થી વધુ મૃત્યુ થયા છેઃ - ગલવાવથી ભાલ ચોક વચ્ચે ૩૧ અકસ્માતોમાં ૧૦ના મોત થયા છે.

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદરઃ માણાવદર-વંથલી હાઇવેમાં છાશવારે અકસ્માતોથી વણઝાર ચાલુ જ છે. છાશવારે સ્ટેટ હાઇવે તંત્ર પ્રજાહિતના કામો કરવામાં સરેઆમ નિષ્ફળ ગયા હોવાની વારંવાર પ્રજાજનોમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. હાલ માણાવદર-વંથલી હાઇવે મૂળ તો હાઇવે કહેવાને લાયક નથી તેવી સ્થિતી કાયમી રહી છે. કેબીનેટ મીનીસ્ટરના વિસ્તારના રસ્તાઓની બદતર હાલત કેમ ? તેમ પ્રજાજનોમાં ચર્ચા થઇ છે.

હાલ ઠેર-ઠેર ગાબડા પૂરવામાં લોટ-પાણીને લાકડાની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળે છે. જે ખાડા બુરીયા તેમાં ઉચા-નીચા ઢોરા રાખેલ છે. કયાંય વ્યવસ્થિત ફિનીસીંગ કર્યું નથીતો બીજી બાજુ હજી અનેક ખાડાઓ જોવામળે છે. આ ઢોળા અને ફિનીસીંગ વગરના ખાડા બુરીયા જેમાં વાહનો સ્લીપ થવામાં કે અકસ્માતો થવાનો ભય રહ્યો છે. આ ખાડા બુરવામાં કેટલો ખર્ચ થયો તેની જો ઉચ્ચ કક્ષાએ તપાસ કરાય તો ઘણું મળી શકશે તેમ ચર્ચા થઇ રહી છે.

એક બાજુ ખાડા ઉપરથી વારંવાર ગાંડા બાવળોની વણઝારથી બન્ને સાઇડોમાં રોડ વચ્ચે આવી ગયા છે પરંતુ તંત્રને ન તો ખાડા દેખાય ન તો વિશાળ ગાંડા બાવળો તો તો બીલો કઇ કામગીરીના મૂકયાં ? તે તપાસનો વિજીલન્સ તપાસનો વિષય હોવાની ચર્ચા પ્રજાજનો કરી રહ્યાં છે.

આ વિવિધ સમસ્યાઓમાં તંત્રની અકસ્માત અટકાવવાના કોઇ સાઇન બોર્ડનો અભાવ હોવાની પ્રજાજનો ચર્ચા કરી રહ્યાં છે.ર૦૧૧ થી આજ સુધીમાં આ હાઇવે બાંટવાથી સુલતાનાબાદ વચ્ચે ર૮ રોડ ગંભીર અકસ્માત થયા જેમાં  ૧૦ થીવધુ નાગરિકોના મૃત્યુ થયા તો ગળવાવથી ભાલેચડા ફાટક દગડડેમ સુધીમાં ૩૧ ગંભીર રોડ અકસ્માતો થયા જેમાં ૧૦ નાગરિકોના મોત થયાનું ચોપડે છે.

પરંતુ બીજા ન નોંધાયેલા અનેક અકસ્માતો છેત્યારે હાઇવે તંત્રને કેમ અકસ્માતો અટકાવવા કોઇરસ નથી ? વારંવાર ગાંડા બાવળો ને કાપો થીગડા મારો ને બીલો મૂકો મુખ્યમંત્રીશ્રી હાઇવેમાં રીપેરીંગના ગાંડા બાવળોના કેટલા બીલો મૂકયાં ? તેનીતપાસ કરાય તો ઘણી મળી શકશે તેવી આમ જનતામાં ચર્ચા છે.

તાકિદે ગાંડા બાવળો મૂળમાંથી કાઢીરોડ સાંકળો કર્યા તે સામ સામે અકસ્માતોમાં ૬ મોત થતાં અટકાવવો. થરમો પ્લાસ્ટર તથા રેડિયમ સાઇન બોર્ડ નાખો કે રીફલેકટર યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી અકસ્માતો અટકાવવા માંગ છે. જો તાકિદે ગાંડા બાવળો, અધુરા ખાડા બુરવા તથા જયાં જયાં થીગડા માર્યા તેનું ફિનીસીંગમશીનથીકર્યું નથીતે કરી સ્ટેટ હાઇવેને કરવાને લાયક બનશે ખરો ? કે માત્ર પ્રજાજનો રોડ ટેક્ષ વાહન ટેક્ષ પીયુસી ટેક્ષ માટે છે ? સુવિધાના નામે મીંડું ?

(11:47 am IST)