Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

હળવદના ૪ પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન

હળવદ : હાલ ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્ય પ્રાણીઓ ની સેવા કરી રહ્યા છે તેવા હળવદ ના ચાર સેવાભાવીઓનું પાટડી તાલુકા ના બજાણા મધ્યે આવેલ વન સંકુલ ખાતે વન વિભાગ ઉચ્ચ અધિકારીઓ ના વરદ હસ્તે સન્માન પત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ચાર સેવાભાવીઓ ની વિગતે વાત કરીએ તો હળવદ માં વર્ષો થી સ્નેક રેસ્કયુ માટે કાર્ય કરી રહ્યા છે તેવા  મુકુંદભાઈ મહેતા કે જેમણે અત્યાર સુધી માં રાત દિવસ જોયા વગર નીૅંસ્વાર્થ ભાવે ૫૦૦ જેટલા સર્પ નું રેસ્કયુ કરી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે અને એમાં પણ અતિ ઝેરી એવા ૪૦૦ જેટલા કોબ્રા સર્પ નું રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે એજ રીતે ઘુડખર નિલ ગાય અને અન્ય વન્ય જીવો જયારે દ્યાયલ થાય ત્યારે ખડેપગે રહી અને અબોલ જીવો ની સતત સેવા કરતા ભાવેશભાઈ ઠક્કર ( બજરંગદળ )નું પણસન્માન કરવામાં આવ્યું હતું અને પક્ષીઓ જયારે દ્યાયલ થાય ત્યારે તેમની નિઃસ્વાર્થ ભાવે પોતાના જીવ થી વિશેષ સંભાળ લઈને છેલ્લા દ્યણા વર્ષો થી સેવા કરી રહ્યા છે તેવા ઉષાબેન જનકભાઈ ચૌહાણ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદ ના સેવાભાવી યુવાન જીવદયા પ્રેમી તપનભાઈ દવે નું પણ સન્માન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં વન વિભાગના અધિકારી સર્વે શ્રી સુચેન્દ્રા, શ્રી અસોડા , શ્રી દવે હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરમાર , વનપાલ કે.એમ.પરમાર, એ.આઈ પઠાણ , વનરક્ષક વિષ્ણુભાઈ રબારી, સી.કે ચોસલા હાજર રહી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.(તસ્વીર : હરીશ રબારી, હળવદ)

(11:46 am IST)