Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોડીનારમાં વિશ્વ સેરેબ્રલપાલ્સી દિવસની ઉજવણી

 કોડીનાર : જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાગ બાળકો માટે ચાલતા દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર ગોહિલ ની ખાણ (ઓજી વિસ્તાર) ચોરવાડી હનુમાન મંદિર પાસે, બાયપાસ રોડ, કોડીનાર દ્વારા વિશ્વ સેરેબ્રલ પાલસી દિવસ અંતર્ગત સેરેબ્રલ પાલસી વિશે જગરુતતા લાવવા માટે કોડીનાર તાલુકાના અધિકારીને ગ્રીન રીબીન તથા સેરેબ્રલ પાલસી વિશેની માહિતી પત્રિકા આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાનાં કાર્યકર્તાઓએ  મામાલતદાર સંજયસિંહ અસવાર, પી.આઈ.ચુડાસમા,હેલ્થ ઓફિસર ડો. પઢીયાર, મંજુબેન મોરી, આઇસીડીએસ અધિકારી તથા અન્ય માનનીય લોકોને તેમની કચેરીમાં મુલાકાત કરી કોરોના વાયરસ ની રોકથામ માટેની સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ગ્રીન રીબીન પહેરાવી તથા સેરેબ્રલ પાલસી વિશે ની માહિતી પત્રિકા આપી સેરેબ્રલ પાલસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જાદવ એકતાબેન, આરીફભાઈ ચાવડા, ભાવનાબેન રાઠોડ, અમિતાબેન ચાવડા, ગોપાલભાઈ ભેડા, જયેશભાઈ વાઢેળે ભારે જહેમત ઉઠાવી હતી.

(11:45 am IST)