Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ધોરાજી નજીક મોટા ગુંદાળા ગામે ઓવરબ્રીજમાં પાણી ભરાવાની સ્થિતીનું નિરીક્ષણ કરતા સાંસદ ઘડુક

રેલવે અધિકારીઓને તાકીદે કામગીરી માટે સુચના અપાઇ

ધોરાજી,તા. ૮: ધોરાજી નજીક આવેલ મોટા ગુંદાળા ગામે આવેલ રેલવેના ઓવરબ્રિજ મા પાણી ભરવા અંગેની ફરિયાદ બાદ સાંસદ રમેશ ધડુક દ્યટનાસ્થળે આવી પ્રશ્નોનું નિરાકરણ કરાવ્યું ધોરાજી નજીક આવેલ મોટા ગુંદાળા ગામે રેલવે દ્વારા બનાવેલ ઓર બ્રિજ માં છેલ્લા ચાર વર્ષથી આ પાણી ભરાઈ જાય છે અને આ બિજમાં અવરજવર કરવા માટે ખેડૂતોના ગાડા વાહનો અને ઘાસચારો લઈ જવા માટે તકલીફ હતી.

 ગુંદાળા ગામના પચાસ કરતાં વધારે ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી આ ભારે મુશ્કેલીઓ સર્જાઇ હતી બાદમાં ગામના સરપંચ વિઠ્ઠલભાઈ ઢોલરીયા અને ગામના આગેવાનોએ સાંસદ રમેશભાઈ ધડુક અને આ અંગે રજૂઆત કરતા સાંસદ રમેશભાઈ ધડુક એ ખેડૂતો ની રજૂઆત જ રેલવે પ્રધાન પીયૂષ ગોયલને ઓવરબ્રિજ આ અંગેની જાણકારી આપેલ રેલવેપ્રધાન આ આદેશને બાદ  ભાવનગર ડિવિઝનના રેલવેના અધિકારીઓ અને એન્જિનિયરો સહિતનાઓ મોટા ગુંદાળા આવેલ અને સાંસદ રમેશભાઈ ધડુક પણ આ અંગે ગુંદાળા આવી ખેડૂતોના પ્રશ્નો સાંભળી ઘટનાસ્થળે રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ખેડૂતોને યોગ્ય રસ્તો થઈ જાય અને પાણી ન ભરાય અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તે અંગે જરૂરી પગલાં લેવા જણાવેલ

આ કામગીરી આવનારા દિવસોમાં ચાલુ કરી દેશે એમ રેલવેના અધિકારીઓએ સાંસદ રમેશભાઈ ધડુક અને ખેડૂતો ની હાજરીમાં જણાવેલ હતું સરપંચ વિઠ્ઠલભાઈ ઢોલરીયા મંડળીના પ્રમુખ હિતેશભાઈ કોટડીયા જમનભાઈ અમીપરા દીપકભાઈ બામરોલીયા જમનભાઈ શિંગાળા સહિતના ખેડૂતો હાજર રહેલ હતા સાંસદ રમેશભાઇ ધડુકના આભાર માન્યો હતો.

(11:44 am IST)