Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વૈશ્વિક મહામારીમાં યોધ્ધાની જેમ સેવા બજાવનાર જૂનાગઢના પોલીસ કર્મીઓનું સન્માન

જૂનાગઢઃ કોવિડ ૧૯ વૈશ્વિક મારામારી જંગમાં એક યોદ્ઘાની જેમ નિસ્વાર્થ ભાવે સેવા, સહાયતા, સ્નેહ, સહયોગ, દયા અને કર્મનિષ્ઠાથી પ્રસંશનીય કામગીરી કરી અને માનવતાની નવી મિશાલ ઉભી કરનાર પોલીસ જવાનોને જિલ્લા કલેકટર સૌરભ પારધી અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા શુભેચ્છા સાથે કર્મવીર કોરોના યોદ્ઘા તરીકે સન્માન પત્ર મોકલવામાં આવેલ હતા. જે અંગે જૂનાગઢ ડિવિઝન, ટ્રાફિક બ્રાન્ચ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોને જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી કચેરી ખાતે સારી કામગીરી કરનાર પોલીસ જવાનો, ટ્રાફિક જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડને આજરોજ સન્માન પત્ર એનાયત કરવામા આવેલ હતા. જૂનાગઢ ડિવિઝન કચેરી ખાતે પ્રોબેશ્નર આઇપીએસ વિશાખા ડબરાલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક પીએસઆઇ એ.બી.દેસાઈ, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફની હાજરીમાં સારી કામગીરી કરનાર પોલીસ જવાનો (૧) હે.કો. મેહુલભાઈ ભાણજીભાઈ, (૨) હે.કો. દેવાભાઈ બાલુભાઈ, (૩) હે.કો. વિક્રમસિંહ અમરાભાઈ, (૪) પો.કો. ગિરિરાજસિંહ લાખુભા, (૫) હે.કો. રામદેભાઈ રામશીભાઈ, (૬) પો.કો. વિપુલસિંહ કરણસિંહ, (૭) પો.કો. જેતાભાઈ જીવાભાઈ, (૮) પો.કો. નરેન્દ્રભાઈ નારણભાઇ, (૯) પો.કો. સાહિલભાઈ હુસેનભાઈ, (૧૦) હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી, (૧૧) પો.કો. અશોકભાઈ ભાણજીભાઈ, (૧૨) ટ્રાફિક બ્રિગેડ ભાવિન ગોવિંદભાઇ અને (૧૩) ટ્રાફિક બ્રિગેડ પાવનભાઈ કિશોરભાઈને સન્માન પત્ર એનાયત કરી, નવાજવામાં આવેલ હતા.

(11:43 am IST)