Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

લાઠી રામકૃષ્ણ ઓડીટોરીયમ શિશુવિહાર ભાવનગરના ઉપક્રમે ઉડાન વિદ્યાયજ્ઞ યોજાયો

 દામનગર : લાઠી શહેરમાં શિશુવિહાર ભાવનગર ના ઉપક્રમે ઉડાન વિદ્યા યજ્ઞશ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન હેઠળના ઉડાન વિદ્યા યજ્ઞ પ્રોજેકટ હેઠળ લાઠી તાલુકાનાં ૩૬ ગામ તથા જોષિલુ બાબરા અંતર્ગત યોજના હેઠળબાબરા તાલુકાનાં દરેડ,ચરખા,અમરા પરા, કટીયાણા,કોટડાપીડા,લુણકિ ગામ ની ૩૧ આંગણવાડીનીબહેનોને ક્રાફટની તાલીમતથા ક્રાફટ કીટ આપવામા આવેલ.આ કાર્યક્રમમા બીઆરસી સીઓ નીતિન ભાઈ ચાવડા,નલિન ભાઈ પંડિત  ધીરુભાઈ લાઠી તાલુકાનાં ટીપીઓ નીમિષાબહેન દવે સીડીપીઇઓ કાશ્મીરા બહેન, ભટ્ટ  સંજયભાઈ તલસાણીયા તથા બીઆરસીનાં અધ્યક્ષ સલિમભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ.આ તાલીમ કાર્યક્રમનુંસંકલન શિશુવિહાર સંસ્થાનાં બાલમંદિરનાં શિક્ષક  પ્રીતિ બહેન ભટ્ટ, શ્રી ચંન્દ્રીકા બહેન દવે ,  ઉષા બહેન રાઠોડ તથા  હિનાબહેન ભટ્ટ દ્વારા ક્રાફટ તાલીમ આપવામા આવેલ હતી ત્યારની તસ્વીર.

(11:43 am IST)