Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મોરબીમાં તલાટીને નોટરીની સત્તાનો વિરોધ

મોરબી : મોરબી જીલ્લા વકીલ મંડળ અને નોટરી મંડળ દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ૨૨ જેટલા સોગંધનામ કરવાનો અધિકાર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને આપવાનો નિર્ણય કરેલ છે જેને મોરબી જીલ્લા વકીલ મંડળ અને મોરબી નોટરી મંડળ સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરે છે નોટરીની સત્ત્।ા તલાટી મંત્રીને આપી સકાય નહિ કારણકે તલાટીનો સમાવેશ ગેઝેટેડ ઓફિસરમાં થતો નથી આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી જેથી નિર્ણય પ્રજાલક્ષી ના હોય મોરબી બાર એસો અને મોરબી નોટરી મંડળ નિર્ણયનો સખ્ત વિરોધ કરે છે નિર્ણયથી પ્રજામાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે અને તલાટી મંત્રીઓ પાસે અનેક પ્રકારના કામ હોવાથી પબ્લિકના કામ થશે નહિ જેથી પ્રજા હેરાન થશે જેથી સરકારે લીધેલ નિર્ણય તાત્કાલિક અસરથી પરત ખેંચવા માંગ કરવામાં આવી છેતે તસ્વીર.

(11:42 am IST)