Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પોરબંદરની ઝવેરી બજારમાં રોડ અને ગટર માટે આડેધડ ખોદકામ : વેપારીઓ હેરાન

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા.૭ : એક સમયમાં મોટી બજાર ગણાતી ઝવેરી બજારમાં ભુગર્ભ ગટર અને રોડ કામ માટે આડેધડ ખોદી નાખતા કદરૂપી હાલત થઇ છે. રસ્તાના લેવલ જાળવેલા ન હોય વેપારીઓ સહિત લોકોને આવનજાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

 માણેક ચોક થી ડાબી બાજુએ પચાસ કદમ દૂર કંસારા બજાર, જુમા મસ્જિદ ચોક ત્યાં થી પાલા વાળા ચોક સુધી ભાટિયા બજાર જીવંત હતી અને સમૃદ્ઘિ નો ભંડાર હતી જયારે જવેરી બજાર યાને સાંકડી બજારનો દાયકો હોડી ચકલા થી ડાબી બાજુ રૂઘા બજાર વાન્દ્રી ચોક અને પાલા વાળા ચોક સુધીનો હજી યાદ આવે છે.અને પાલા વાળા ચોક પાસે ઝવેરી બજાર, રૂધા બજાર જંકશન બની જતા તે પૂર્ણ જતા આજની તારીખે જંકશન છે સવાર ના છ વાગ્યે બજારો ખુલી જતી વેપારીઓ પોતાના કામ ધંધા સરૂ કરી દેતા ઝવેરી બજારમાં થયને માલવાહક ટાયર વાળા રેકડા પાટા વારા ગાડાં બંદરના જેટી ઉપર પોહચતા અને માલ ઉતરતા અને વહાણ માં ઉતરતા અને તેની સામે જેટી ઉપર લંગરવામાં આવેલ વહાણ માંથી રેકડાં ગાડાંમાં સીધો માલ ભરાતો અને તે માલ રેંકડા ગાડાં માં ભરી ભાટિયા બજાર માં થી તે ને લઇ જવામાં આવતો જેના કારણે કયાંય અકસ્માતોનો ભય રહે નઈ. ટ્રાફિક સમસ્યાની પણ મુશ્કેલી રેતી નઈ પોરબંદરનો વેપાર વિદેશ સાથે તો હતો પરંતુ સાથો સાથ આંતર રાજય પોરબંદર, મલબાર, કેરલા, મહારાષ્ટ્ર, ચેનાઈ, તેમજ ગુજરાત ના બંદરો થી સમૃદ્ઘ હતુ. અને રિદ્ઘિ સિદ્ઘિ ભર્યું હતું.

નાની વીમા એજન્સી વહાણ દલાલો ટ્રાનસ શિપ થતો શ્રીલંકાના પણ મોટા વહાણ આવતા ખાસ કરીને આરબ અમીરાત માંથી ખજૂર ખારેક. કેરલા માંથી નારિયેળ તેમજ ઇમારતી લાકડા અને આની સાથે લાતી બજાર ધમધમતી અનેક ને રોજીરોટી આપતી. પોરબંદર માંથી અનાજ, સિમેન્ટ, વિગેરે પણ નિકાસ થતો ત્યારે આ ઝવેરી બજારનો સુવર્ણ યુગ હતો. ત્યારે ઇલેકિટ્રક લાઇટ દુકાનો અને મકાનો મર્યાદિત હતી.

ઝવેરી બજારમાં ઘણી દુકાનોમાં કેરોસીન ના અથવા મીઠા તેલ ના દીવા નો ઉપયોગ થતો. સુવર્ણ કારીગરો મોડી રાત્રી સુધી મીઠા તેલના દીવામાં કામ કરતા જોકે કેરોસીન આવતા તેનો ઉપયોગ થતો આ ઉપરાંત કરિયાણા ના વેપારીઓ ગાંધીની દુકાનો હોલસેલ અને રિટેલ હતી હાથીદાતના ચૂડલાનુ અને સંઘડિયા બજાર પણ આ ઝવેરી બહાર માં જ હતી જોકે મોટી બજાર હતી. ત્યારે લોખંડ ના વેપારી ઓ પણ અને રંગ કામ ની દુકાનોની મોટી દુકાનો ત્યારે નામાંકિત ટેઇલારોની ઇલેકિટ્રક પાન બીડીની દુકાનો હોટેલો વિગેરે પણ ઝવેરી બજારમાં અને રુઘા બજાર માં માં તેમજ ફરસાણોની દુકાનો પણ માણેક ચોક અને હોડી ચોક માં ઉપલબ્ધ હતી. અને હજુ પણ છે. જયારે આ ઝવેરી બજારની હાલત હૃદય દ્રવી ઉઠે છે.  કટલેરીના હોલસેલ વેપારી ઓની દુકાને પણ આવેલ છે. ત્યારે પોરબંદર નગરપાલિકા અને ઝવેરી બજાર અને રુધા બજાર અને ભાટિયા બજાર કંસાર બજારની સારસંભાળ લેવા માં આવતી નિયમિત રીતે રસ્તા નુ ખોદાણ થતું સમય અંતરે નવા રસ્તા બનાવતા ધૂળ ઊડે નઈ માટે પાણીનો છટકાવ થતો રસ્તાંનું લેવલ જાળવી રાખવામાં આવતું હતું( માવજત) કરવામાં આવતી. અને આજે પોરબંદર નગરપાલિકાએ માં વિકાસના નામે ઝવેરી બજાર રૂઘાં બજારની હાલત કદરૂપી કરી નાખી છે. અને વિકાસ ના નામે આર.સી.સી.ના રોડ બનાવ્યા પણ જયાં સુધી પોરબંદર નગરપાલિકા માં નાગરિક સમિતિનુ શાસન હતું. ડો.બી. ડી.ઝાલાના શાસન કાળ સુધી રિદ્ઘિ સિદ્ઘિ વારી હતી. અને સર્વ પ્રથમ ઝવેરી બજારમાં અને રૂધાં બજાર માં ડામર પાથરવામાં આવ્યો અને ઝવેરી બજાર નુ લેવલ રાખવામાં આવતું, કે ચોમાસા ના વેહતા પાણી ની ફરિયાદ રહે નઈ અને વેપારીઓ ને મુશ્કેલી પડે નહી.

દુકાન થી રોડ નુ લેવલ સ્લેપ ના પ્રમાણે બે થી ત્રણ ફૂટ  નીચું રાખવા માં આવતી એટલે કે દુકાન ના આગળના ભાગમાં ઓટલા રાખવામાં આવેલ છે આજે આર.સી.સી.ના રોડ બનાવ્યા તેને પણ બે દાયકા થયા નિયમ મુજબ આ રોડ બનાવ્યા નથી કોઈ લેવલ નથી જેના કારણે દુકાનોને રોડની લગોર્લગ થયેલ છે. વેપારીઓની કોઈ સલામતી નથી કયારે અકસ્માત થાય તે કહી શકાય નહિ. ઝવેરી બજારમાંમાંથી રિદ્ઘિ સિદ્ઘિ રહી નથી નગરપાલિકા એ વીસ વર્ષથી રોડ બનાયવા નથી અને માથે ખાલી ભરતી નાખવામાં આવે છે. અને અંતર ટૂંકું થાય ગયું છે સોની બજારમાં આવેલ ગોપીનાથજીની હવેલી પાસે પૂરું થય જાય છે.

અને કયાં પ્રકારનો વિકાસ સમજવો? એ સમજણ પડતી નથી  નિષ્ઠા પૂર્વક સરવે પણ કરતાં નથી.

(11:41 am IST)