Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ધોરાજીમાં કૃષિ સહાય પેકેજની વિનામુલ્યે અરજી સેવા

 ધોરાજી : આદર્શ સેવા સહકારી મંડળી દ્વારા મગફળી ઓનલાઇન તેમજ કૃષિ સહાય પેકેજની ઓનલાઇન વિનામુલ્યે અરજી કરાઇ છે. ખેડૂતો માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા મંડળી દ્વારા કરેલ છે. આ તકે ખેડૂતોએ મંડળીના પ્રમુખ અને સભ્યોનો આભાર માનેલ હતો. આ તકે સહકારી મંડળીના પ્રમુખ મનસુખભાઇ વૈષ્ણવ, નાગજીભાઇ વૈષ્ણવ, કલ્યાણજીભાઇ ત્રાડા, ધીરૂભાઇ બાબરીયા, બાબુભાઇ મજેવડી, મણીભાઇ હિરપરા તેમજ સહકારી મંડળીના મંત્રી વિજયભાઇ મકવાણા, સુભાષભાઇ સોલંકી, હર્ષદભાઇ વિરાણી અને કાંતીભાઇ અંટાળા સહિતનાઓ હાજર રહી મંડળીની ખેડૂતો પ્રત્યેની વિનામુલ્યે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરીને બિરદાવી છે. ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાઇ તે તસ્વીર.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:39 am IST)