Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પોરબંદર લીયો કલબ દ્વારા યોજાયેલી ઓનલાઇન સ્પર્ધાના વિજેતાઓને ઘરબેઠા ઇનામો

પોરબંદર તા.૮ : હાલ કોરોના મહામારીના કારણે પુજય મહાત્મા ગાંધીના જન્મજયંતીએ લીઓ કલબ પોરબંદર દ્વારા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવા માટે ઓનલાઇન સ્પર્ધા યોજી હતી જેમાં પ થી ૧૫ વર્ષના બાળકોએ ગાંધીજીના તથા તેને અનુષાંગીક એટલે કે રેટીયો, ચશ્મા, ત્રણ વાંદરા જેવા ડ્રોઇંગ બનાવી વોટસએપ ઉપર મુકવામાં હતા. તે જ રીતે ૧૫ વર્ષથી ઉપરની કોઇપણ વ્યકિત માટે ગાંધીજીના પોતાના સુવિચારો વ્યકત કરવાના હતા અને તેમા ભાગ પોરબંદરમાંથી અસંખ્ય ભાઇ બહેનોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં કોઇ નંબર આપવાને બદલે તમામને વિજેતા તરીકે જ જાહેર કરી દરેક વિજેતાને ઘરે જઇને લીઓના પ્રમુખ શ્રેયા બદિયાણી અને ડો.રિયા લાખાણી આપવા ગયેલ હતા અને પ્રથમવાર આવુ બનેલુ ડ્રોઇંગની સ્પર્ધામાં હેત, હીનલ, ભવ્ય, દ્રષ્ટિ, ડેલ્સી, હર્ષ અને આસ્કાને ઇનામો અપાયા હતા.

ગાંધીજીના સ્લોગનમાં કેશર, યશેષ તથા રાજવીને ઇનામો અપાયા હતા અને તે રીતે લીઓ કલબ દ્વારા ગાંધીજીને સાચા અર્થમાં યાદ કર્યા હતા. પ્રોજેકટને સફળ બનાવવા લીઓ કલબના પ્રમુખ શ્રેયા બદિયાણી, સેક્રેટરી ડો.રિયા લાખાણી તથા દેવશ્રી ખોરાવા તથા દર્શીલ કોટેચા તથા અન્ય સભ્યોએ જહેમત કરેલી હતી સાથે સર્ટીફીકેટ પણ અપાયા હતા અને કેન્દ્રીય વિદ્યાલયના વાઇસ પ્રિન્સીપાલ દેવીલા મહેતા તેમજ સીનીયર સીટીજન અને સારા લેખક શ્યામભાઇ સોનીને ખાસ પ્રોત્સાહક ઇનામો આપેલા છે.

(11:38 am IST)