Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

છોટા હાથી, પીકઅપ વાહન અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત : પાંચને ઇજાઃ ધ્રાંગધ્રા -અમદાવાદ હાઇવે ૪ કલાક બંધ રહ્યો : વાહનોની પાંચ કી.મી.ની કતાર

વઢવાણ,તા. ૮: ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર રાત્રિના છોટા હાથી પીકપ વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ત્યારે ખાસ કરી અમદાવાદ ધાંગધ્રા હાઈવે ઉપરથી પસાર થતા છોટા હાથીના ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો છે તેમાં ખાસ કરી છોટા હાથી બોલેરો પીકપ સાથે સ્ટેરીંગ ઉપર ડ્રાઈવર દ્વારા કાબૂ ગુમાવતા ધડાકાભેર અથડાયો હતો ત્યારે રાત્રિના અંધારામાં સામેથી આવતા ટ્રકચાલકને આ અકસ્માત ન દેખાતા ટ્રક પણ આ બંને વાહનો સાથે ધડાકાભેર અથડાયો હતો.

ત્રીપલ અકસ્માતના પગલે રાત્રી દરમિયાન છોટા હાથીના ડ્રાઈવર સહિત પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી છોટાહાથી ધડાકાભેર અથડાયો હોવાના પગલે આ છોટાહાથીમાંથી ડ્રાઇવર અને જે પેસેન્જરો બેઠા હતા તેમને કાઢવા માટે બારણું તોડવું પડ્યું હતું અને આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક પણે જે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને તાત્કાલિક અર્થે ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બોલેરો પીકપ ટ્રક અને છોટા હાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે ત્યારે આ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે એક સાથે ત્રિપલ અકસ્માત ધડાકાભેર અથડાતા હાઈવે ઉપર ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના જીવ પણ આ અકસ્માત જોતા તાળવે ચોંટી ગયા હતા.

અકસ્માતના પગલે ધાંગધ્રા અમદાવાદ હાઈવે રાત્રિના ૧૧ થી સવારના ત્રણ વાગ્યા સુધી એટલે કે ચાર કલાક સુધી ધાંગધ્રા અમદાવાદ હાઇવે બ્લોક થવા પામ્યો હતો.

ત્યારે ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલીક દ્યટના સ્થળે દોડી જઇ અકસ્માતનો ગુનો નોંધી જે આ ત્રિપલ અકસ્માત સર્જાયા છે તે છોટા હાથી બોલેરો પીકપ અને ટ્રક હાઈવે ઉપરથી સાઇડમાં લઇને ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર નો વાહન વ્યવહાર પુનઃ રીતે ધાંગધ્રા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો બીજી તરફ ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ચાર કલાક સુધી વાહન વ્યવહાર અકસ્માતના પગલે બંધ રહેતા વાહનોની પણ લાંબી કતારો જોવા મળી હતી.

ત્યારે ધાંગધ્રા પોલીસ દ્વારા અકસ્માત સર્જાયેલ વાહનો દૂર કરી શરુ કરવામાં આવ્યો હતો ત્યારે વાહનોની ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર પાંચ કિમી લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે હાલમાં ધાંગધ્રા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.

(11:19 am IST)