Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કચ્છના ભચાઉમાં ૭૦ વર્ષના સફાઈ કામદાર વૃધ્ધા હોમ આઇશોલેસનમાં થયા કોરોના મુક્ત

ભુજ,  જમનાબેન મકનજી વાઘેલા  ઉ ૭૦. વર્ષ રહે ભચાઉ (ભટપાડીયા વિસ્તાર) કે જેવો વાગડ વેલ્ફેર હોસ્પીટલ ભચાઉમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેવો ને તાવ, શરદીને ઉધરસની તકલીફ થતાં તેવો ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ ભચાઉ સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે આવેલ. ત્યાં કોરોના ટેસ્ટ માટે રીપોર્ટ કરાવેલ. જે  દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ.

તાલુકા હેલ્થ ઓફીસર ડો.આર.કે.અંજારીઆના માર્ગદર્શન અંતર્ગત આરોગ્યની ટીમ  તાત્કાલીક દર્દીની મુલાકાત લઈ પોઝીટીવ આવેલ દર્દીને પોતાની મરજીથી હોમ આઇસોલન્સ કરેલ અને દર્દીની ઘરની મુલાકાત લઈ આજુબાજુ સર્વેલન્સ કામગીરી કરાવેલ અને તેમના ઘરની આજુબાજુના તમામ લોકોને તેમજ તેમના કોન્ટેક્ટમાં આવેલ વ્યકિતઓને હોમ ક્વોરેન્ટાઈન કરેલ. 

        તાલુકા હેલ્થ ઓફીસર ડો.આર.કે.અંજારીઆના માર્ગદર્શનથી મ.પ.હે.વ. ની ટીમ બનાવી તમામ વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવ્યું. તેમજ કોરોના અંગે સાવચેતીની પત્રીકા વિતરીત કરવામાં આવેલ. 

       તાલુકા હેલ્થ ઓફીસર  અને  ધનવંતરી રથ, આર.બી.એસ.કે.  તેમજ આરોગ્ય ટીમ દ્રારા છેલ્લા ૧૦ દિવસ રોજે રોજ દિવસમાં ૨ વાર દર્દીની તપાસ કરી અને જરૂરી દવાઓ પૂરી પાડી આરોગ્ય માર્ગદર્શન અપાયેલ. 

       કોરોનાના દર્દી જમનાબેન ૭૦ વર્ષની ઉંમરના અને ડાયાબીટીસ ના દર્દી છે. તેવોએ હિંમત હાર્યા વગર અડગ રહ્યા ને સમયસર દવા લેવાને કારણે હાલમાં તેમની તબીયત તંદુરસ્ત  છે.

(10:26 am IST)