Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આગામી બેથી ત્રણ દિવસોમાં ભુજથી બાન્દ્રા એસી સુપર ફાસ્ટ ટ્રેન શરૂ થશે

ભુજથી મુંબઈની સયાજીનગરી ટ્રેન શરૂ થઇ

ભુજ : લોકડાઉનથી કચ્છને મુંબઈથી જાેડતી રેલ સેવાઓ બંધ હતી , જે લાંબા સમય બાદ તાજેતરમાં કાર્યરત થઈ છે. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ભુજથી મુંબઈની સયાજીનગરી ટ્રેન શરૂ થઈ ગઈ છે ત્યારે વધુ એક ટ્રેન સેવા કચ્છને પ્રાપ્ત થશે. આગામી બેથી ત્રણ દિવસોમાં ભુજથી બાન્દ્રાને જાેડતી એસી સુપર ફાસ્ટ ટ્રેન શરૂ થાય તેવા સંકેતો સામે આવ્યા છે.

કચ્છ યુવક સંઘના કોમલ છેડાએ જણાવ્યું કે , બેથી ત્રણ દિવસોમાં ભુજથી બાન્દ્રા એસી સુપર ફાસ્ટ ટ્રેન ગાડી નં.રર૯૦૩ - રર૯૦૪ શરૂ થઈ જશે. સંઘ દ્વારા અગાઉ આ અંગે રજૂઆત કરાઈ હતી તેમજ પ્રવાસીઓની અનુકૂળતા માટે ટ્રેન મુંબઈથી વહેલી અને ભુજથી મોડી ઉપડે તેવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રેન શરૂ કરવા બાબતે રેલવેના અધિકારીઓનો પણ આભાર માનવામાં આવ્યો છે. આ બાબતે રેલવેના એઆરએમ આદિશ પઠાણિયાનો સંપર્ક કરતા તેઓએ વાતને સમર્થન આપતા જણાવ્યું કે , મંજૂરી મળી ગઈ છે. બેથી ત્રણ દિવસમાં ભુજથી બાન્દ્રાથી એસી સુપર ફાસ્ટ ટ્રેન શરૂ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

(8:39 pm IST)