Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મીઠાપુરના પો.ઇ. જી.આર.ગઢવી જામનગરનાં એમ.એન.સાટી સહિત પપની બદલી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૮ : ગુજરાત રાજયના ગૃહ વિભાગ દ્વારા ગઇકાલે સાંજે રાજયના પપ  પોલીસ ઇન્‍સ્‍પેકટરોની સામુહિક બદલીનો હુકમ કર્યો છે. જેમાં મીઠાપુરના પો. ઇ. જી.આર. ગઢવીને અમદાવાદ મુકાયા છે. તો જામનગરના એમ.એન.સાટીને જુનાગઢ મુકાયા છે. આ સિવાય રાજયના અન્‍ય શહેરોમાંથી પણ બદલી કરાઇ છે.

આગામી સમયમાં ધારાસભાની ચુંટણીઓ આવનાર હોય તે પહેલા બીજા બે-ત્રણ રાઉન્‍ડ બદલીના થવાની પણ સંભાવના મનાય છે તો અન્‍ય જિલ્લાઓમાંથી પણ બદલીઓ થાય તેવું કહેવાય છે.  દોઢેક વર્ષમાં મીઠાપુરમાં પો. ઇ. જી.આર. ગઢવીએ ખુબ જ સારી કામગીરી કરીને લોકોમાં પ્રશંસા મેળવી હતી તથા અગાઉ ખંભાળિયા સલાયામાં પણ ઉલ્લેખનીય કામગીરી કરી હતી.

(1:40 pm IST)