Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અનિડા ભાલોડી ગામે ૩૨ વર્ષ પહેલા હત્યાની ઘટનાનો ભાગેડુ બીલીમોરાથી ઝડપાયો

પત્નીએ પ્રેમી સાથેના આડા સંબંધમાં આડખીલી રૂપ પતિને કુહાડીના ઘા મરાવી કાશળ કઢાવી નાખ્યું હતુ

ગોંડલ,તા. ૮: તાલુકાના અનિડા ભાલોડી ગામે ૩૨ વર્ષ પહેલાં હત્યાના ગુન્હામાં મદદગારી કરનાર આરોપીને રાજકોટ ગ્રામ્ય AHTU શાખાના પોલીસે બીલીમોરાથી ઝડપી લઈ ગોંડલ તાલુકા પોલિસ હવાલે કર્યો હતો.

વિગતો મુજબ ગબત્રીસ વર્ષ પહેલાં ૧૯૮૯ માં વલ્લભભાઈ વશરામભાઈ પટેલની કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા થવા પામી હતી, આ હત્યા વલ્લભભાઈ ના પત્ની સવિતા એ પ્રેમી મનસુખ સાથે મળી ને કરી હતી જેની મદદગારી માં શામાં ઉર્ફે શામજી કરશન કોળી ઉ.વ. ૫૮ રહે મૂળગામ ધોરી, તા. ધ્રાંગધ્રા વાળા ની પણ સંડોવણી હતી અને ત્યારથી નાસતો ફરતો હતો જે અંગેની બાતમી એએસઆઈ જગતભાઈ તેરૈયા, કોન્સ્ટેબલ મયુરભાઇ વિરડાને મળતા AHTU શાખાના પીએસઆઇ વાછાણી સહિતનાં ઓએ બીલીમોરા ખાતે આરોપીના ઘરે છાપો મારી પકડી પડ્યો હતો અને ગોંડલ તાલુકા પોલીસ હવાલે કર્યો હતો.

કપુરીયા ચોક અશોક નિવાસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યોૅં

ગોંડલ સિટી પોલીસે કપુરીયા ચોકમાં રાજપૂત સમાજની વાડી પાસે ના અશોક નિવાસ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૩૦૦૬૦ પકડી પાડી આરોપી યશપાલ મુકેશભાઈ સાકરીયા (રહે નેશનલ હાઈવે માલધારી હોટલ પાછળ શિવમ પેલેસ) વાળાને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોકત દરોડા ટીમમાં પી.આઈ જાડેજા, પીએસઆઇ ઝાલા સહિતનાઓ જોડાયા હતા.

(12:13 pm IST)
  • રાજકોટમાં માં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પઃ કર્મચારીની વિજળીક હડતાલ : કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને ૩ મહિનાથી અનિયમીત અને ઓછો પગાર મળતા ૫ સેન્ટર પર કામગીરી બંધ કરી વિરોધ વ્યકત access_time 11:54 am IST

  • અમેરિકા નૌકાદળ અને વાયુસેનાની સંયુકત કવાયતમાં બંને ફોર્સના ફાઇટર વિમાનોએ ભાગ લીધો હતો અને આકાશમાં એરો ફોર્મેશન (તીરનો આકાર) રચ્યો હતો. ફોર્મેશનમાં અમેરિકાના આધુનિક ફાઇટર વિમાનો એફ-એ-૧૮ સુપર હોર્નેટ (વચ્ચેના છ) તથા એફ-૧૬ ફાઇટિંગ ભાગ લીધો હતો. સુપર હોર્નેટ નૌકાદળ વાપરે છે, જયારે ફાઇટિંગ ફાલ્કન અમેરિકી એરફોર્સના વિમાનો છે. access_time 4:06 pm IST

  • ૧૯૭૦માં મહિલા સાક્ષરતા કલાસ શરૂ થયા હતા. access_time 3:54 pm IST