Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ભાવનગરના આનંદનગરમાં ખોદકામ કરતી વેળાએ ભેખડ ધસી પડતા બે લોકો દટાયા

-મોબાઈલ કંપનીએ ખોદકામ કરતા બનાવ :એકનો બચાવ :જેસીબી બોલાવી બચાવકાર્ય શરૂ

ભાવનગર:ભાવનગરના આનંદનગરમાં વિસ્તારમાં ભેખડ ધસી પડતા બે લોકો દટાયા હતા જયારે એકનો બચાવ થયો હતો ભેખડ ધસી પડતા લોકોના ટોળા એકઠા થયા હતા મળતી વિગતો મુજબ ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ખાનગી મોબાઈલ કંપનીનું ખોદકામ થઈ રહ્યું હતું તે વેળાએ ભેખડ ધસી પડતાં 2 વ્યક્તિઓ દબાયા હતા જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો. ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ ફાયર ટીમ અને 108ને ફોન કર્યા હતાં ફાયર વિભાગની ટીમ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.બચાવવા કામગીરી શરૂ કરાઇ હતી હાલ જેસીબી બોલાવી બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

(9:49 pm IST)