Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જામનગરમાં પાઇપલાઇન નાંખવાથી ૬ હજાર જેટલા ઘરોમાં નળથી પાણી મળશેઃ મેયર હસમુખભાઇ જેઠવા

દિગ્જામ ઓવરબ્રીજ, ઢીંચડા ઝોન, રવી પાર્ક, ઇએસઆર હસ્તક પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૭ : મહાનગરપાલિકા દ્વારા જીયુડીસી તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતાં રસ્તા ઉપર રેલવે ઓવરબ્રીજના બંને સાઇડના એપ્રોચીસજે અંદાજીત પ૦૦ મી. લંબાઇ અને ર (ટુ) લેન પહોળાઇ તથા ૭.પ૦ મી. અને ૮.પ૦ મી. ઉંચાઇના રેલ્વે ઓવરબ્રીજનું કામ જે ચાલી રહયુ છે. જે ચાલુ કામમાં દિગ્જામ સર્કલ બાજુએ ગડરનું કામ ચાલુ હોય જેનું નિરીક્ષણ કરવામાં આવેલ હતુ.

નલ સે જલ યોજના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત ઢીચડા ઝોન, રવિ પાર્ક, ઇ.એસ.આર. વિસતાર હેઠળના વિસ્તારો જેવા કે નિલકંઠ પાર્ક, રવિ પાર્ક, તિરૂપતિનગર, યોગેશ્વરનગર, બાલાજી પાર્ક, સેનાનગર, વાયુનગર, દ્વારકાધીશ સોસાયટી ૧-ર-૩ વિ. વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનનું કામ અંદાજે ૧૭૩પ મી. મુખ્ય પાણીની પાઇપ લાઇન ૩૦૦ થી ૬૦૦ એમ.એમ. ડાયા સુધીની નાંખવામાં આવેલ છે. જે ચાલુ કામનું પણ નિરીક્ષણ કરવામાં આવેલ હતુ. આ પાઇપ લાઇન નાંખવાની સ્થાનિક અંદાજે પપ૦૦ થી ૬૦૦૦ જેટલા ઘરોને નળવાટે પીવાનું પાણી મળશે અને સરકારશ્રીની નલ સે જલ યોજના સાર્થક થશે. તેમ મેયર હસમુખભાઇ જેઠવા અને પદાધિકારીઓએ જણાવ્યુ હતુ. કામોની મુલાકાત મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી દ્વારા લેવામાં આવેલ તેમજ આ સમયે પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના ડે. એન્જીનીયર ભાવેશભાઇ જાની, વોટર વર્કસ શાખાના ઇન્ચાર્જ, કાર્યપાલક ઇજનેર પી.સી.બોખાણી, ડે. એન્જીનીયર અલ્પેશભાઇ ચારણીયા, જુ. એન્જીનીયરશ્રી અને સાઇટ ઇન્ચાર્જ ચેતનભાઇ સાંગાણી, જુ. એન્જીનીયર અશોકભાઇ નિનામા વિ. ઉપસ્થિત રહયા હતા.

(1:03 pm IST)