Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

નેત્રમ શાખા દ્વારા જુનાગઢના મીરાનગરમાંથી ગુમ ૮૦ વર્ષના વૃદ્ધ વંથલીથી શોધી પરિવાર સાથે મીલન કરાવ્યું

જુનાગઢ, તા. ૭ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર તેમજ જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમસેટ્ી દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ પાસે મદદ માટે આવતા લોકોને શકય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે પ્રકારનું વર્તન કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શન હેઠળ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ પીએસઆઇ પી.એચ. મશરૂ તથા કચેરીના તમામ સ્ટાફ સતત પ્રયત્ન શી હોય.

જે અનુસંધાને તા. ૪-૧૧-ર૦ર૦ના સવારે ૧૦ વાગ્યે કાળુભાઇ લક્ષ્મણભાઇ બારોટ ઉ.વ. ૮૦ રહે. મીરાનગર પોતાના ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયેલ. કાળુભાઇ પાસે મોબાઇલ ફોન પણ ના હોય અને સમયસર પોતાના ઘરે પરત ના ફરતા તેમનો પરિવાર ચિંતાતુર થયેલ. તેમના પરિવાર દ્વારા સી-ડીવીઝન પો.સ્ટે.ને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જુનાગઢના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ તથા તેમની ટીમ દ્વારા બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા કાળુભાઇ લક્ષ્મણભાઇ બારોટ આઝાદ ચોકથી ચાલતા ચાલતા મધુરમ વિસ્તાર સુધી નજરે પડેલ હતાં.

પીએસઆઇ પી.એચ. મશરૂ દ્વારા કાળુભાઇ બારોટની વિગતવાર પૂછપરછ તેમના પરિવાર સાથે કરતા જાણવા મળેલ કે તેઓ મઢડા ખાતે મા સોનબાઇમાં અખુટ શ્રદ્ધા ધરાવતા હોય જેથી પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવેલ કે કાળુભાઇ બારોટ મઢડા ખાતે માં સોનબાઇમાંના દર્શનાર્થે નીકળી યલ હોય શકે. વિનાવિલંબે અને ખૂબજ જહેમત ઉઠાવી તપાસ કરતા કાળુભાઇ બારોટ ચાલતા વંથલી સુધી પહોંચી ગયાની પીએસઆઇ પી.એચ. મશરૂને માહિતી મળેલ હોય અને સ્થળ ઉપર તપાસ કરતા વંથલી-વેરાવળ હાઇવે ઓઝત નદીના પુલ પરથી કાળુભાઇ બારોટનાઓને શોધી કાઢવામાં આવેલ.

જુનાગઢ પોલીસ દ્વારા નરેન્દ્રભાઇ કાળુભાઇ બારોટના પિતાશ્રીને ગણત્રીની કલાકોમાં શોધી તેમના પરિવારને સહી સલામત સોંપવા માટે કરેલ તાત્કાલીક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઇને નરેન્દ્રભાઇ કાળુભાઇ બારોટે જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) જુનાના પો.કો. મેહુલભાઇ પરમાર, રવિરાજસિંહ વાઘેલા, રાહુલગીર મેઘનાથી, અશોકભાઇ રામ, રાકેશભાઇ યાદવ સહિતની ટીમ દ્વારા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(12:40 pm IST)