Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત

દિવાળી પર્વ નિમિત્તે વંચિત - જરૂરીયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ

ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળો ચોટીલા, બોટાદ, રાણપુર, ધંધુકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બગસરા ખાતે ભેટ અપાઇ : ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ સ્વ. કુસુમબેન નાનકભાઇ મેઘાણીની બીજી પુણ્યતિથિએ પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી : સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો

રાજકોટ તા. ૭ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ – મેઘાણીક૧૨૫ નિમિત્ત્।ે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ–વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે. એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉચ્ચ ગુણવત્તાની ૪૦ કીલો જેટલી સામગ્રી ઘઉં, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરૂ, મીઠાઈ-નમકીન ઝવેરચંદ મેઘાણીનાં જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળો ચોટીલા, બોટાદ, રાણપુર, ધંધુકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બગસરા ખાતે ભેટ અપાઈ. દિવાળીનાં પાવન પર્વમાં વંચિત-જરૂરિયાતમંદ પરિવારોને વેળાસર આ સામગ્રી કામ લાગે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ અને પિનાકી મેઘાણીના માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની બીજી પુણ્યતિથિ (૦૬ નવેમ્બર)એ ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો હતો. વાલ્મીકિ સમાજમાંથી આવતાં કોરોના-વોરીયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરિયાત પરિવારને સહુપ્રથમ આ કીટ આપવામાં આવી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

પિનાકી મેઘાણી ઉપરાંત જન્મભૂમિ ચોટીલા ખાતે શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, મુંબઈથી સેવાભાવી પીયૂષભાઈ દેસાઈ અને પરિવાર, ચંદ્રિકાબેન, કેયૂર-તર્જની, પ્રિયાંકી-પંકિત, અન્વય-મલ્હાર, ખેડૂત આગેવાન ગગુભાઈ ગોહિલ (કોચરીયા) અને વાઘુભાઈ ખવડ (સેજકપુર), શિક્ષણ-જગતમાંથી ઉગ્રસેનસિંહ ગોહિલ, ચોટીલા તાલુકા સરકારી પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી, બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી અને કાર્યાલય મંત્રી રાજુલભાઈ દવે, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા, અમદાવાદ ખાતે લોકગાયિકા રાધાબેન વ્યાસ, વાલ્મીકિ સમાજમાંથી આવતા ભજનિક-લોકગાયક ગંગારામ વાઘેલા, વાલ્મીકિ યુવા ઉત્થાન મિશનના કે. સી. વાઘેલા, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા, ખાદી-રચનાત્મક કાર્યકર ગોવિંદભાઈ જાદવ, એન.આઈ.ડી.સી. (દિલ્હી)ના નિવૃત્ત ચીફ એન્જિનિયર જગજીવનભાઈ પ્રભુદાસ ગોહિલ (સુદામડાવાળા), પિયૂષભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીનાં ઐતિહાસિક જન્મસ્થળ ખાતે સ્વ. કુસુમબેન મેઘાણીને બીજી પુણ્યતિથિ નિમિત્ત્।ે ભાવાંજલિ અર્પણ કરાઈ હતી. મુંબઈ સ્થિત સેવાભાવી દંપતી પીયૂષભાઈ – ચંદ્રિકાબેન દેસાઈનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું. પંચનાથ મહાદેવની સામે આવેલ ૧૦૦-વર્ષ પુરાણા નટવર નિવાસ ખાતે પણ કીટનું વિતરણ કરાયું હતું.

ડો. શેણી મેઘાણી – કેઈન ડેવીસ, પિયૂષભાઈ દેસાઈ – ચંદ્રિકાબેન – કેયુર (સ્વ. જયંતીલાલ વલ્લભદાસ દેસાઈ - સ્વ. જયોતિબેન, સ્વ. ધીરજલાલ પ્રભુદાસ શાહ - સ્વ. વીણાકુંવરબેન), જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર) - કિરીટસિંહ રહેવર (મામા) - મહિપતસિંહ વાઘેલા - ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો. અક્ષયભાઈ શાહ – અનારબેન – આકાશ – ડો. અનિકેત (લોકસેવિકા, પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહ, સ્વ. સરલાબેન મોદી – સ્વ. રમેશચંદ્ર મોદી), જતીનભાઈ મનુભાઈ શેઠ ('સૌરાષ્ટ્રના સિંહ' સ્વ. અમૃતલાલ શેઠ), જતીનભાઈ બાબુભાઈ ઘીયા (સ્વ. જયાબેન - સ્વ. બાબુભાઈ રતનલાલ ઘીયા, સ્વ. બેલાબેન જતીનભાઈ ઘીયા), રજનીકાંતભાઈ જયંતિલાલ કોઠારી (જલગાંવ), સ્વ. જયંતિલાલ નીમચંદ શાહ, સ્વ. મહેશભાઈ નીમચંદ શાહ, જિતેશભાઈ નીમચંદ શાહ, દિપકભાઈ જયંતિલાલ શાહ, હરેશભાઈ નટવરલાલ શાહ, કલ્પનાબેન રશ્મીકાંત નગરી, અશોકભાઈ તુરખીયા, સ્વ. અમૃતલાલ સુખલાલ શાહ પરિવાર, મુગટલાલ ભનુભાઈ શાહ, દેવાંગભાઈ ભાસ્કરભાઈ શાહ, દિનેશભાઈ રતિલાલ અજમેરા, ડો. તરલાબેન જૈન, ગગુભાઈ હીરાભાઈ ગોહિલ, રૂપિનભાઈ – શ્વેતાબેન શાહ, કે. કે. ચાવડા - ઉમંગભાઈ - તૃપ્તિબેન – ઊર્જા (સ્વ. રમાબેન કે. ચાવડા), ડો. કનુભાઈ બોરીચા – અસ્મિતાબેન - તૃપ્તિબેન – તેજલબેન – રૂપલબેન, પિયૂષભાઈ હરકિશનભાઈ પરમાર, કૌશિકભાઈ અમૃતલાલ શાહ – મીનાબેનનો આ સેવાયજ્ઞમાં લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે.

: આલેખન :

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(11:44 am IST)