Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ખેરવા ગામે ચાંદીની મૂર્તિ અને ૬૦ છતરોની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીની શરૂઆતમાં જ તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં બે મંદિરમાં ચોરી : ઝાલાવાડમાં ૩ દિ'માં ૧૧ સ્થળે ચોરી : પોલીસ સતર્ક બને તે જરૂરી : ગ્રામજનોમાં ભારે ચર્ચા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં લાખો રૂપિયાની મતાની ચોરી ના બનાવો સામે આવ્યા પામ્યા છે અને તસ્કરો શિયાળાની ગુલાબી ઠંડીનો લાભ મેળવી ચોરીના ગુનાઓ આચરી રહ્યા છે પોલીસ આ બાબતે સતર્ક બની અને ચોરને ઝડપી લેવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ હાલમાં પોલીસ સમક્ષ કરી રહ્યા છે ત્રણ દિવસમાં ૧૧ જેટલા સ્થળોએ ચોરીના બનાવો સામે આવતા જાણે જિલ્લા પોલીસની તસ્કરોને કોઈપણ જાતની પોલીસની ડર જ ના રહી હોય તેવું સ્પષ્ટ હાલમાં વર્તાઈ રહ્યું છે.

પાટડી તાલુકાના ખેરવા ગામમાં તસ્કરો દ્વારા તરખાટ મચાવતા આવ્યો છે જેમાં ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં અને કાળવાનાથ મંદિરમાંથી ચોરી થઇ છે ત્યારે વહેલી સવારે આ બાબતની જાણ ગામવાસીઓને તાત્કાલિક ધોરણે પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવતા ચામુંડા માતાજીના મંદિરમાંથી તસ્કરો દ્વારા ચામુંડા માતાજીની મૂર્તિની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું અને ૫૦ જેટલા માતાજીના છતર ની પણ ચોરી કર્યા હોવાનું બહાર આવવા પામ્યું છે ત્યારે બીજી તરફ ગામમાં આવેલું અન્ય મંદિર કાળવાનાથ મંદિર તરીકે પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રખ્યાત છે તે મંદિરને પણ તસ્કરો દ્વારા ટાર્ગેટ કરીને મંદિરમાં આવેલો મુગટની ચોરી કરવામાં આવી હતી અને ૧૦ જેટલા છતર આ મંદિરમાંથી ચોરો દ્વારા ચોરી કરી અને ચોરો હાલ નાસી છૂટવા પામ્યા છે.

આ બાબતે શંકરભાઇ ગાંડાભાઇ રાઠોડ જાતે અનુ.જાતિ ઉં.વ.૪૯ ધંધો મજુરી રહે.ખેરવા જુના દલિતવાસ તા.પાટડી નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, રાત્રિના આશરે સાતેક વાગ્યાથી સવારના કલાક સાતેક વાગ્યા પહેલાના ગમે તે સમયે આરોપી અજાણ્યા ચોર ઇસમો રાત્રિના સમયે ફરીયાદીના કુળદેવી ચામુંડા માતાજીના મંદિર માંથી ચાંદીની મૂર્તિ તથા ચાંદીના છત્ત્।રો જેનો કુલ વજન આશરે ૨.૫ કિ.ગ્રા. જેની હાલની ચોક્કસ કિંમતનો ખ્યાલ નથી તથા ખેરવા ગામના ભરવાડ વાસના કાળવાનાથના મંદિરેથી ચાંદીનો મુગટ તથા ચાંદીના છત્તરોની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. એન.બી.ડોડીયા બજાણા (માલવણ) પો.સ્ટે. નાઓ કરે છે.

ખાસ કરીને ચાંદીની મૂર્તિ અને ૬૦ જેટલા છતરો ની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી છે જેમાં ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં આવેલી ચાંદીની ૭૫૦ ગ્રામની ચાંદીની મૂર્તિની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે અને ચામુંડા માતાજીના મંદિરમાં આવેલા માતાજીના ૫૦ જેટલા છતરોની પણ ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગામમાં જ આવેલ બીજું મંદિર કાળવાનાથ ના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ જ દિવસમાં જિલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ પોલીસ મથકોમાં ૧૧ જેટલા ચોરીના ગુનાઓ નોંધાવા પામ્યા છે ત્યારે શિયાળાની સીઝન નો લાભ લઇ તસ્કરો તરખાટ સુરેન્દ્રનગર જિલ્લામાં મચાવી રહ્યા છે ત્યારે તસ્કરો ચોરીના ગુનાઓ આચરતા પહેલા જાણે કોઈ પોલીસની બીક જ ન રહી હોય તેવી રીતે જિલ્લામાં બેફામ રીતે ઘરો મંદિરો દુકાનોને ટાર્ગેટ કરી અને રોકડ અને માલસામાનની ચોરી કરી રહ્યા છે.આગામી દિવસોમાં ચોરીના વધતા ગુના સામે સુરેન્દ્રનગર પોલીસ સતર્ક બની અને આવા ચોરી કરનાર તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી જિલ્લા વાસીઓ સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ આશા રાખીને બેઠા છે.

(11:40 am IST)