Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પોરબંદરઃ બંધ રેલ્વે લાઇનો પુનઃ ધમધમતી કરવા રેલ્વે તંત્ર કયારે સજાગતા દાખવશે?

નવી જેટ્ટી સુધી બ્રોડગેઇજ લાઇન માટે ખર્ચ મંજુર છતાં પેશકદમીના પ્રશ્ને કામ અટકવ્યુઃ જેતલસર (જં)થી ઢસા ગેજ પરીવર્તન કામનું મુહૂર્ત આવતું નથી?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. ભાજપ સરકારમાં તેમજ પૂર્વ યુ. પી. એ સરકારમાં બંધ પડેલ આવક - આર્થિક જીવાદોરી ગણાતી રેલ્વે ટ્રેઇક પુનઃ શરૂ કરવા ત્થા ગેજ પરિવર્તનની કામગીરીનું સરવે રેલ્વે મંત્રાલય દ્વારા જે તે સમયમાં વિકાસશીલ માનસ ધરાવતા સંગઠન શકિતમાં અગ્રેસર પૂર્વ સાંસદ સભ્ય  ગોરધનભાઇ જાવીયાએ પ્રયત્નો કરેલ છે.

બીજા નેતા કિસાન નેતા ઓળખ ધરાવનાર કોંગ્રેસ બાદ ભાજપમાં રહી પોરબંદર તેમજ ઘેડ વિસ્તરના વિકાસ કાર્યોમાં અશકય હોય તેને શકય બનાવનાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાએ પોતાનું કૌવત દેખાડી  શંભુ મેળાની યુ. પી. સરકારમાં એક ટર્મ પુર્ણ કોંગ્રેસ સાથે બીજી ટર્મ અવઢવ વચ્ચે ભાજપમાં રહીને પોતાના મતક્ષત્રોની વિકાસની યાત્રામાં આ બન્ને સાંસદોમાં એ તેઓશ્રી દ્વારા ચાર વખત નિયુકત ભાવનગર ડીવીઝનમાં બન્ને સાંસદોની વ્યવસ્થીત નિષ્ઠાપૂર્વક પ્રતિનીધી તરીકે પ્રતિનીધી એચ. એમ. પારેખ દ્વારા બંધ પડેલ રેલ્વે લાઇનો પુનઃ શરૂ કરવા પ્રયત્નો કરેલ હતાં.

ગેજ પરિવર્તનની દરખાસ્ત સાંસદ સભ્યોના પ્રતિનીધી તરીકે ડી. આર.યુ. સી. સી. ભાવનગર ડીવીઝનમાં સફળતા પૂર્વક રજૂઆત કરી બન્ને પૂર્વ સાંસદ સભ્ય ગોરધનભાઇ જાવીયા તથા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા, કિશાન નેતા સફળ રજૂઆતમાં અગ્રેસરે રહેલ તેમની સાથે સ્વ. વિઠ્ઠલભાઇ કોંગ્રેસના સાંસદ તરીકે કાર્યરત રહેલ ત્યારે પોરબંદર વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તથા જે તે સમયે વર્તમાન કાર્યવાહ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ  સોનીયાબેન ગાંધીના  વિશ્વાસુ ગણાતા ભરૂચના સાંસદ (રાજય સભા) અહેમદ પટેલનો સહયોગ સાથે જે તે સમયના કોંગ્રેસમાં  ચૂંટાયેલ ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, હાલ વિકાસ કામ વિરોધ પક્ષના ભાજપ સરકારમાં થતા નથી.

કોંગ્રેસમાં રહી વર્તમાન માણાવદરના ધારાસભ્ય (હાલ ભાજપ) જવાહરભાઇ ચાવડાએ કિશાન નેતા પોરબંદરના સ્વર્ગસ્થ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સાને જ સને ૧૯૮૩ થી બંધ પડેલ શાપુર-સરાડીયા-શાપુર રેલ્વે ટ્રેઇક પુનઃ શરૂ કરવા લીલીઝંડી મળી ગઇ સરવે હકારત્મક રહ્યું કેન્દ્રીય રેલ્વે મંત્રાલયે લીલીઝડી આપેલ હોવા છતાં હજુ આ ટ્રેક કાર્યરત કરવામાં તેમનું મૌન આ વિસ્તારના મતદારોને અકળાવે છે.

માણાવદર - બાંટવા શહેરનો વિકાસ આગળ વધી શકતો નથી. માલ પરિવહનનો આધાર ટ્રક ટ્રાન્સપોર્ટ ઉપર આધારીત હોય. નૂર ભાડાનો માર પડે છે.રેલ્વે ગતિમાન કરવામાં હજુ બન્ને વર્તમાન ધારાસભ્યો તેમજ પૂર્વ સાંસદ સભ્યો કિશાન નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા (કોંગ્રેસ) પૂર્વ ભાજપ  સાંસદ ગોરધનભાઇ જાવીયાની સફળ રજૂઆતમાં કામગીરી શરૂ કરાવવાનો યશ જાહેરાતની ક્ષણોની રાહજોતાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સ્વર્ગે પ્રણાય કર્યુ અને પૂર્વ વર્તમાન સાંસદ ગોરધનભાઇ પણ પ્રતિક્ષામાં રાહ જુએ છે. પોરબંદરના વિકાસમાં તેઓશ્રીનો મહત્વનો ફાળો અને સાથે ભાજપની આગવી ઓળખ ઉભી કરી છે. સરાડીયા-શાપુર-સરાડીયા બંધ પડેલ રેલ્વે ટ્રેક કયારે પુનઃ જીવંત થશે તે વિકાસ અટવાણો છે.

બીજી રેલ્વે વિકાસની કામગીરીમાં પોરબંદર - રાજકોટ - પોરબંદર ગેરેજ પરિવર્તન કામગીરી સાથે જેતલસર - જંકશનથી ઢસા-જેતલસર જંકશન ૧૦૦ મો મીટરની ગેજ પરિવર્તન  મીટર ગેજમાંથી બ્રોડજગેજમાં રૂપાંતરીત કરવાની મંજૂરીની મહોર રેલ્વે મંત્રાલયની લાગી ગયેલ છે. સને ર૦ર૦ સુધીન ડીસેમ્બર માસમાં પૂર્ણ કરવા આશ્વાસન મળેલ. તેવો પત્ર રેલ્વે મંત્રાલય રેલ્વે મંત્રાલય દ્વારા પૂર્વ ડી.આર.યુ.સી. સભ્ય એચ.એમ. પારેખ પત્રથી જાણ કરેલ. આ કામગીરી શરૂ કરવા સર્વે કરવા માટે ભાજપ પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયાએ રેલ્વે મંત્રાલય લોકસભામાં રજૂ કરેલ તે આધારે રાજકોટ-ડીવીઝન દ્વારા પોરબંદર-રાજકોટ-પોરબંદર એકસપ્રેસ શરૂ જેતલસર જંકશનથી જે તે સમયના વર્તમાન પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જે તે સમય રાજય કક્ષાના રેલ્વે મંત્રી ભરતભાઇ સોલંકી પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનને લીલીઝંડી આપતા જાહેરાત કરી હતી. હજુ આ કામગીરી વેગવંતી બનેલ નથી. કયાંક અટવાય પડી છે કે રાજકીય ગ્રેડ લાગ્યું છે. વર્તમાન સાંસદ  રમેશભાઇ ધડુકના અમુક સંસદીય વિસ્તારને તેમજ અમરેલીના સંસદીય કાર્યક્ષેત્રમાં સાંસદને લાગુ પડતું હોય તેઓશ્રીએ નિવેદન કરવા કે પત્ર વહેવાર કરતા કેન્દ્ર સરકારમાં ભારપૂર્વક ધારાર રજુઆત કરી વિકાસ કાર્યની રેલગાડી આગળ વધારવી જોઇએ. તેના બદલે બન્ને સાંસદો મૌન સેવી રહ્યાં કે યા તેમની પાસે પૂરતી જાણકારી અભાવ જણાય છે. તેમની રજુઆત હકારાત્મક હોય છે, પરંતુ સરકાર દ્વારા ગતિમાન જવલે જ હોય છે અત્યાર સુધીમાં સાંસદશ્રી ઘડુકે તેમની મુલાકાત આશ્વાન મળે તેવી રહે છે.

છેલ્લા સાત વરસથી પોરબંદર રેલ્વે સ્ટેશનથી નવા જેટ્ટી બંદર સુધી (પ કિલોમીટર)ના અંતરની મીટરગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તન કામગીરી માટે રૂ. ર૦૧૮ લાખ વધારા ૬.૧૪ ટકા ગેજ પરિવર્તન મંજુર થયેલ તા. ર૧-૧-૧૯૮૩થી ભાવનગર ડીવીઝને જાણકારી અપાયેલ છે તેમજ પોરબંદર સ્ટેશનને અપાયેલ હોવા છતાં આ ગેજ પરિવર્તન કામગીરી અનેક રજુઆત થયેલ હોવા છતાં હાથ ધરાતી નથી નવા કુંભારવાડા ટ્રેકથી નવા જેટ્ટી બંદર જતી ટ્રેઇક પર મોટે પાયે પેશકદમી અનઅધિકૃત રેલ્વે ટ્રેક ઉપર કરવામાં આવેલ છે ને પેશકદમી હટાવવા જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને જાહેરનામાની સુચના આપતુ સાઇન બોર્ડ પણ સ્થળ પર લગાવી દીધેલ છે છતાં પેશકદમી હટી નથી.

આ ગેજ પરિવર્તન કામગીરી સાથે કુંુ઼ભારવાડાથી વિરડી પ્લોટ, લાતીબજાર જુના બંદર સુધી જુની મીટરગેજ લાઇન પરિવર્તન બ્રોડગેજ કરવાનો પણ સમાવેશ થયો તે પણ કામગીરી આગળ વધતી નથી. સર્વે અનેકવાર રેલ્વે દ્વારા થયેલ છે. સર્વે ટીમ સાથે જેને સમયે સ્ટેશન મેનેજર સર્વે ટીમ પૂર્વ ડીઆર.યુ.સી.સી. સભ્ય હેમેન્દ્રકુમાર તથા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કાર્યદક્ષ સભ્ય મિલનસાર  જગદીશભાઇ કોટેચા શહેરના અગ્રણી નાગરિક સાથે રાખી તેમજ નકશા સાથે સર્વે કરેલ. હકારાત્મક રહેલ. આ જુના પોરબંદરની ટ્રેક પર મોટે પાયે દબાણ થયેલ છે. પરંતુ આશર્ચ્ય એ છે કે કયા કારણસર પેશકદમી હટાવવામાં આવતી નથી ?

(11:31 am IST)