Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

માંગરોળના શીલમાં યંત્રોના ચિત્રો ઉપર ચાલતો ઓનલાઇન જુગાર બે સંચાલક ફરાર : ૮ શખ્સો રૂ. ૩૯પ૮૦ના મુદ્દામાલ સાથે ઝબ્બે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૭ : માંગરોળના શીલમાં યંત્રોના ચિત્રો ઉપર ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી આઠ શખ્સોને રૂ. ૩૯પ૮૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જોકે જુગારધામના બે સંચાલક શખ્સો ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ નજીકના શીલ ખાતે મનુ ઉર્ફે નાનુ ભાયાભાઇ વાજાની દુકાન જામખંભાળીયાનો સંજય નારણ નંદાણીયા અને દિપેન રાણીંગાએ ભાડે રાખી એચ.એસ. માર્કેટીંગ પ્રાઇવેટ ઓનલાઇન યંત્રો વેચવાની ફ્રેન્ચાઇઝ મેળવી લેપટોપ, ટીવીના માધ્યમથી ઓનલાઇ ધાર્મિક યત્રોના ચિત્રો ઉપર જુગાર શરૂ કર્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.

(10:42 am IST)