Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ભાણવડ પાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો

ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાનાર હોવાથી રાજકીય આગેવાનોની દોડાદોડી વધશે

(ડી. કે. પરમાર દ્વારા) ભાણવડ તા. ૭: ભાણવડ પાલીકા બોડી સુપરસીડ થતા નગર પાલીકામાં વહિવટદાર શાસન હતું. હાલ ભાણવડમાં કોઇને ખબર નહીં હોય તેટલી જલ્દી ચુટણીનો કાર્યક્રમ જાહેર થતા રાજકીય પક્ષોની દોડાદોડીમાં વધારો જોવા મળશે.તા. ૬-૯-ર૧ના ચુંટણી જાહેર થયેલ. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૯-ર૦ર૧ ઉમેદવારી પત્ર ચકાસવાની તા. ર૦-૯-ર૧ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા. ર૧-૯-ર૧ મતદાનની તા. ૩-૧૦-ર૧ મતગણતરીની તા. પ-૧૦-ર૧ ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તા. ૮-૧૦-ર૧ રહેશે.

પાલીકામાં ઘણા લાંબા સમયથી ચુંટાયેલા સદસ્યોમાં ખેચાખેચી જોવા મળતી અને એમાં અવિશ્વાસની દરખાસ્ત સહિત સુધી પહોંચેલ અને અંતે સુપરસીડ પણ થયેલ જેની મધ્યસત્ર ચુંટણી ટુંકા સમયમાં થવાની હવે ભર સોમાસે પરસેવો વળી જશે.

(11:42 am IST)