Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

મોરબી જિલ્લામાં જરૂરી વિટામીન અને ખનીજોથી ભરપુર ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ

મોરબી,તા. ૭: મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકોમાં આર્યન૪ ફોલીક એસીડ૪ વિટામીન બી-૧૨ જેવા પોષક તત્‍વોની ઉણ૫ ન રહે તે માટે ભારત સરકારશ્રીના ભારતીય ખાદ્ય નિગમ (ફુડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયા) ના નિર્ણય મુજબ મઘ્‍યાહન ભોજન યોજનામાં ફોર્ટીફાઇડ રાઇસ એટલે કે પોલિશ્‍ડ કાચા ચોખા અથવા પોલિશ્‍ડ પારબોઇલ્‍ડ ચોખા જેને ચોખાના આકારના દાણા સાથે પ્રમાણસર ભેળવવામાં આવે છે. જે ભારત સરકારશ્રીના ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ ઓથોરીટીના ધોરણો અનુસાર આવશ્‍યક વિટામીન્‍સ અને ખનીજોથી સજજ હોય છે. જેથી બાળકોના આહારમાં ફોર્ટીફાઇડ ચોખાનો ઉ૫યોગ કરવા જણાવેલ છે.  
સામાન્‍ય ચોખાને વ૫રાશમાં લેતા ૫હેલા પીરસવાથી૪ પોલિશ્‍ડ કરવાથી વિટામીનો નાશ પામે છે જયારે ચોખાનું ફોર્ટીફીકેશન કરવાથી ખોવાયેલ સુક્ષ્મ તત્‍વોને જેવા કે આર્યન, જીંક, ફોલીક એસીડ,વિટામીન બી-૧૨, વિટામીન-એ ઉમેરાય છે.
ફોર્ટીફાઇડ ચોખા રાંદ્યવાથી પોષક તત્‍વો જળવાઇ રહે છે અને આ ફોર્ટીફાઇડ ચોખામાંથી બનાવેલ વાનગીઓ જેવી કે બાફેલા ચોખા૪ પુલાવ૪ બીરીયાની જેવી વાનગીઓનો રંગ બદલાતો નથી.
મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકોને મઘ્‍યાહન ભોજન યોજનામાં પીરસવામાં આવતા ભોજનમાં તેમજ કોવિડ-૧૯ ના સમયગાળા દરમ્‍યાન શૈક્ષણિક કાર્ય બંદ્ય રહેતા ફુડ સિકયુરીટી એલાઉન્‍સીસમાં વિતરણ કરવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખાને પ્‍લાસ્‍ટિકના ચોખા  અંગેના કોઇ દુષ્‍પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી. ૫ટેલ દ્રારા અનુરોદ્ય કરવામાં આવે છે.

 

(10:29 am IST)