Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

હળવદ તાલુકા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી

હળવદ,તા. ૭ : હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર વિજેતા થયેલા મહિલા સદસ્‍યનુ કોરોનાની બીજી વેવમાં મૃત્‍યુ નિપજતાં આ બેઠક ખાલી પડી હતી ત્‍યારે આ બેઠકની સાથે રાજયમાં મહાનગર પાલિકા અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની આગામી તા.૩જી ઓક્‍ટોબરે પેટા ચૂંટણી યોજવા ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અંતર્ગત રણછોડગઢ બેઠકસ્ત્રી અનામત જાહેર કરવામાં આવી છે.જેથી હવે દરેક રાજકીય પક્ષો ઉમેદવારો ગોતવાની અને મતદારોની અત્‍યારથી જ મનાવવાના પ્રયત્‍નોમાં લાગી જશે.ઉલ્લેખનીય છે કે, આ વખતે આપ પણ ચૂંટણી લડવા બરાબર સજ્જ થયું હોય ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ ઝુકાવશે તો ત્રિપાખીયો જંગ જામશે.
રાજય ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા ચૂટણી કાર્યક્રમ અન્‍વયે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ- ૧૮/૯/૨૦૨૧, ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ-૨૦/૯/૨૦૨૧, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ-૨૧/૯/૨૦૨૧, મતદાનની તારીખ-૩/૧૦/૨૦૨૧ સવારે ૭ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધી, પુનઃમતદાનની(જો જરૂર હોય તો) તારીખ-૪/૧૦/૨૦૨૧ અને મત ગણતરીની તારીખ-૫/૧૦/૨૦૨૧ના રોજ યોજાશે.

 

(10:29 am IST)