Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જેતપુર શહેરી વિસ્તારમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી રૂ.૫૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનુ ઉદ્ધાટન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જેતપુર શહેરી વિસ્તારમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી રૂ.૫૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનુ ઉદ્ધાટન જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના હસ્તે કરવામા આવ્યુ તેમજ આ પ્રસંગે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સ્વાતીબેન જોટંગીયા,તાલુકા પંચાયતના પ્રમુખ ધારાગૌરીબેન ક્યાડા,જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, તેમજ હોસ્પિટલના અધિક્ષક ડો. નિકિતાબેન,તાલુકા વિકાસ અધિકારી તેમજ જેતપુર શહેર મામલતદારની વિશેષ ઉપસ્થીતી રહેલ.

(9:03 pm IST)