Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી જુગાર રરમતા કુલ 14 પત્તાપ્રેમીઓ ઝડપાયા.: મોરબીના દાઉદી પ્લોટમાં જુગાર રમતા આઠ પકડાયા: ખરેડા ગામે જાહેરમાં જુગાર રમતા છ ને પોલીસે ઝડપી લીધા

મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા મયુરભાઈ મનસુખભાઈ લોરિયા, અજયભાઈ મનસુખભાઈ કુંઢીયા, ઈમ્તિયાજ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનિયા, નિઝામ સલીમભાઈ મોવર, અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયા, જીવણ ઉર્ફે ધોધો છનાભાઈ ચૌહાણ, મુસ્તાકભાઈ મહમદભાઈ કોરેજા અને રવિભાઈ ભરતભાઈ ઉધરેજીયાને રોકડ રકમ રૂ.૨૬૭૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 બીજાબનાવમાં મોરબી તાલુકાના ખરેડા ગામમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને તાલુકા પોલીસે ૩૨,૦૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ટીમે ખરેડા ગામમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા શૈલેષ અમુભાઈ ગોસ્વામી, દેવશી કરશનભાઈ ચાપાણી, ચંદુલાલ ચતુરભાઈ ડઢાંણીયા, ડાયાભાઇ બીજલભાઈ ડાભી, ચતુરભાઈ નાનજીભાઈ ડઢાંણીયા અને નરેશભાઈ લક્ષ્મણભાઈ ફૂગસીયા રહે બધા ખરેડા તા. મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૨૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાંણીયા, સુરેશભાઈ હુંબલ, જયસુખભાઈ વસિયાણી, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઈ આગલ, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, પંકજભાઈ ગુઢડા અને રવિભાઈ કીડીયા સહિતની ટીમ જોડાયેલ હતી

(6:23 pm IST)