Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીની સિવિલ હોસ્પીટલમાંથી ૨૫ અને આંખની હોસ્પિટલના ૦૯ નર્સની બદલી કરાઈ

ગાંધીનગર તબીબી સેવાઓના અધિક નિયામકે કરેલ ઓર્ડરમાં ગુજરાતના ૧૪૩૮ થી વધુ સ્ટાફનર્સની બદલી કરી

મોરબીની જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફનર્સ વર્ગ-૩ તેમજ આંખની હોસ્પિટલના સ્ટાફનર્સની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર તબીબી સેવાઓના અધિક નિયામકે કરેલ ઓર્ડરમાં ગુજરાતના ૧૪૩૮ થી વધુ સ્ટાફનર્સની બદલી કરવામાં આવી છે.
જેમાંથી મોરબી સિવીલ હોસ્પિટલના ૨૫ નર્સ, તેમજ આંખની હોસ્પિટલના ૦૯ નર્સ વર્ગ ૩ ની બદલીઓમાં અન્ય કર્મચારી ફરજ પર હાજર થયા બાદ કર્મચારીઓને સિનીયોરીટી મુજબ બદલીના સ્થળે હાજર થવા છુટા કરવાના રહેશે તેમ જણાવ્યું છે. તો સામે મોરબી સિવીલ હોસ્પિટલમાં ૫ સ્ટાફનર્સ મુકાયા છે. જેમાં સ. હો. વાંકાનેરથી ગુલામ મોઈન એન બાદી, સીએચસી ચરાડવાથી યશ પી. ત્રિવેદી, મેડીકલ કોલેજ રાજકોટથી શિલ્પા એસ. ભુવા, પીડીયુ હોસ્પિટલ રાજકોટથી પ્રવિણા જી વસવેલીયા , તેમજ નવી સિવીલ હોસ્પિટલથી ભુમિ એમ જીકાદરાની નિમણૂંક કરવામાં આવી છે.

(6:12 pm IST)