Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીના બીલીયા ગામની ૧૦૦ ટકા વસ્તીને રસીના ડોઝથી સુરક્ષિત કરાઈ

મોરબી જીલ્લામાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં મોરબીના બીલીયા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી કરવામાં આવી છે
મોરબીના બીલીયા ગ્રામ પંચાયત દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદીમાં જણાવ્યું છે કે બીલીયા ગામની વસ્તી ૭૪૮ છે જેમાં ૧૮ વર્ષથી ઉપરની ઉમરના ૭૪૫ લોકોએ રસીનો ડોઝ લીધો છે અને ત્રણ નાગરિકોએ ડોક્ટરની સલાહ મુજબ કોરોના રસી લઇ સકે તેમ ના હોય જેથી ગામમાં રસીનો પ્રથમ ડોઝ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી છે
જે રસીકરણ કામગીરીમાં બગથળા પીએચસીના સ્ટાફનો પુરતો સહયોગ મળ્યો હતો જે બદલ સરપંચ કાન્તિલાલ પેથાપરાએ પીએચસીના સ્ટાફ અને બીલીયા પ્રાથમિક શાળાના આચાર્ય અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે

(1:34 pm IST)