Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીમાં યુવા શક્તિ દિન નિમિતે ૮૩૭ ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત કરાયા

મોરબી : રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે યુવા શક્તિ દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યુવાશક્તિ દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજિત યુવા શક્તિ દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળાના પ્લેસમેન્ટ, સરકારી કચેરીઓમાં પ્લેસમેન્ટ પામેલ ૮૩૭ ઉમેદવારોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરત ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રોજગારી માટેના વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન “અનુબંધમ” મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજયકક્ષાના મંત્રી ધમેન્દ્ર સિંહ જાડેજાએ મોરબી જિલ્લાંની યુવાશક્તિને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજયના મુખ્યલમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ ને પાંચ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી નહી પરંતુ રાજયની પ્રગતિ અને વિકાસકાર્યો માટે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. આ સેવાયજ્ઞથી સૌરાષ્ટ્રણની ઔદ્યોગિક નગરી મોરબીમાં યુવાશકિતને રોજગારી આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારે પ્રાઇવેટ ક્ષેત્રના નોકરીદાતાઓ અને નોકરીવાંચ્છુકોને એક મંચ પર લાવવાની મહત્વાપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતના યુવાનો ભારતીય સેનામાં જઇ રાષ્ટ્ર્ની રક્ષા માટે જોડાઇ શકે તે હેતુથી વિશેષ લશ્કારી ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવતા હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
ધારાસભ્યા બ્રિજેશભાઇ મેરજાએ આ તકે ઉપસ્થિત યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના સંર્વાગી વિકાસની પ્રતિતિ કરાવવાનો આ રૂડો અવસર છે. રાજયના મુખ્યતમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ ને સુશાસનના પાંચ વર્ષના માધ્યૂમથી ગુજરાતને અનેક લાભો મળ્યા છે. લર્નીંગ વિથ અર્નીંગ અને કુશળ કારીગરોને રોજગારી પૂરી પાડવાની દિશામાં સરકાર સતત પ્રયોસો કરી સફળતાપૂર્વક રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. કોરોનાકાળમાં પણ સરકારે ઓનલાઇન રોજગારી મેળાઓ યોજીને પણ યુવાનોને રોજગારી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.

(1:33 pm IST)