Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ખંભાળીયામાં શ્રાવણ મહિનામાં ઘી પુજાનું શિવાલયોમાં મહત્વ

દેવભુમી દ્વારકા જીલ્લામાં ભાવિકો દ્વારા પુજન, અર્ચન, અભિષેક સહિતના કાર્યો માટે તડામાર તૈયારી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ :દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી શ્રાવણ માસનો પવિતર પહેલો સોમવાર આવતો હોય શિવ ભકતોમાં ભારે આનંદ હષ્ર્ સાથે શિવજીનું સ્વાગત તથા સવારના પ્રાંતઃ પુજા બીલ્લીપત્ર અભિષેક વિ. બાબતે આજથીજ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં અનેક સ્થળે અત્યંત પ્રાચીન પુરાતન તથા પુરાણોમાં જેના ઉલ્લેખ છે તેવા મંદિરો આવેલા છે. ભાણવડ પાસે ત્રિવેણીના કાંઠે પાંડવો જેની પુજા કરતા હતા તે ઇન્દ્રેશ્વર મહાદેવ, બરડાડુંગરમાં આવેલું કિલ્લેશ્વર મહાદેવ મંદિર દાત્રાણા, ખંભાળિયાનું દંતેશ્વરી મહાદેવ, વડત્રાનું ધીંગેશ્વર મહાદેવ, જામજોધપુર તાલુકાનુ ટપકેશ્વર મહાદેવ, કુલનાથ મહાદેવ, જયા ભીમે કંુતા માતા માટેફુલના શિવલીંગ બનાવેલા તે બજાણાનું કાશી વિશ્વનાથ મહાદેવ, ભરણાનું ધીંગશ્વરી મહાદેવ, કોટાનું કોટેશ્વર મહાદેવ, ભાતેલ તુ ભોેળેશ્વર મહાદેવ, સલાયા પાસે નાગનાથ મહાદેવ દ્વારકા સિધ્ધનાથ મહાદેવ ભડકેશ્વર મહાદવે, લાલપુરનું ભોળેશ્વર મહાદેવ, પ્રાંગટેશ્વર મહાદેવ, ખંભાળિયાના શિવમંદિરો ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, મહાદેવ શીરેશ્વર મહાદેવ સહિતના પ્રાચીન શિવમંદિરો તેમના દર્શન તથા વિશેષ શ્રૃંગાર તથા પૂજા માટે જાણીતા છે.

શ્રાવણ માસમાં શિવભકતો દ્વારા ખંભાળીયામાં ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ તથા પાલેશ્વર મહાદેવનમાં થતી ઘીની મહાપુજા તો દેશ વિદેશમાં ખુબ પ્રસિધ્ધ છે. જેનો લાભ લેવા ભાવિકો ઉમટે છે.

પ્રત્યેક શ્રાવણ સોમવાર તથા અન્ય વિશેષ દિનો તથા અમાસ સોમ ૧ર-૧પ વખત ઘીની પુજાના દર્શન યોજાય છે. જેમાં ભાવિકો ઉમટે છે તો અનેક શિવ મંદિર જેમાં સિધ્ધનાથ મહાદેવ ખંભાળીયા, ઓમ કારેશ્વર મહાદેવ કેશોદ, દંતેશ્વર મહાદેવ દાત્રાણા, ધીંગેશ્વર મહાદેવ વડત્રામાં શ્રાવણ માસમાં સવા લાખ બિલીપત્રની પુજા પણ થાય છે જેનું અનોખું મહત્વ છે.

હાલ કોરોના મહામારી ખતમ જેવી થઇ ગઇ હોય ગયા વખતે કોરોના પ્રથમ લહેરમાં ભારે પ્રતિબંધો હતા જે આ વખતે ના હોય શિવભકતોમાં ભારે આનંદ પ્રવર્તતે છે. 

(1:06 pm IST)