Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજકોટ જેલનો ફરાર કેદી જામનગરમાંથી ઝડપાયો

જામનગર,તા. ૭ : જામ. સીટી. બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નં. ૭/૨૦૧૨ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરેના કામે રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી નં. ૪૫૯૭૩ ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખભાઇ ગોહીલ હાલ જામનગર શહેરમાં રોજી પેટ્રોલપંપ પાસે ઉભેલ છે. જે હકીકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા પો.હેડ કોન્સ. લખધીરસિંહ એમ.જાડેજા ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રરસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ. મેહુલભાઇ ગઢવી, અરવિંદગીરી ગોસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(11:47 am IST)