Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજ્યકક્ષાની પર્યાવરણ દિવસની બે ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવતો જસદણની જુના પીપળીયા તા. શાળાનો વિદ્યાર્થી રામાણી ધર્મજ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર -ગાંધીનગર દ્વારા તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર-જુનાગઢ દ્વારા ઓનલાઇન માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૧ની ઓનલાઇન માધ્યમથી ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નવા સર્જનાત્મક વિચારો સાથે પર્યાવરણ કેમ બચાવી શકાય તે ખ્યાલ સાથે- 'ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન' વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.

જેમાં સમગ્ર રાજયમાથી હજારો વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. જેમા ચિત્ર સ્પર્ધામાંજુનાપીપળીયા તા.શાળા - જસદણના વિદ્યાર્થી- રામાણી ધર્મજ આશિષભાઈ એ બંને ચિત્ર સ્પર્ધામા બીજો ક્રમાંક પ્રાપ્ત કરતા તેમને CSC-જુનાગઢ તરફથી સર્ટિફિકેટ અને લેપટોપ બેગ તથા GUJCOST-ગાંધીનગર તરફથી રૂ. ૩૦૦૦નો પુરસ્કાર અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ.

આ તકે મુકતાનંદજીબાપુ તથા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ દ્વારા ભાગ લીધેલ તમામ સ્પર્ધકને ખુબખુબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:42 am IST)