Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજયવ્યાપી યોજાયેલ સેવાસેતુમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને

૬૨૮૫૩ અરજીઓનો હકારાત્મક ઉકેલ

જૂનાગઢ તા.૭ : સુશાસનના પાંચ વર્ષ નિમિત્ત્।ે તારીખ ૨ ઓગસ્ટ ના રોજા રાજયવ્યાપી યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજયમાં

આ તકે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ ૩૧૧ લાભાર્થીઓને મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત કુલ ૩૦૦ લાભાર્થીઓને મંજુરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ ૬૨૮૫૩ અરજીઓ રજૂઆતોનો નિકાલ કરી સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને રહ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૯ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સેવા સેતુમાં વિસાવદર તાલુકામાં ૧૩૩૫૭, જૂનાગઢ ૧૨૪૫૬, વંથલીમાં ૬૯૫૩,ભેસાણ ૬૧૧૨, મેંદરડા ૫૬૨૨, માળીયા ૫૧૭૬, માણાવદર ૫૧૫૯ માંગરોળ  ૪૧૨૪ અને કેશોદ તાલુકામાં ૩૮૯૪ અરજીઓ, રજૂઆતોનો સ્થળ પર ઉકેલ કરાયો હતો.

આ અરજીઓમાં આધારકાર્ડ, રેશનકાર્ડમાં ફેરફાર, જાતિ પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, દ્યરેલું નવા વીજ જોડાણ,હેલ્થ વેલનેસ  કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી જીવન જયોત યોજના, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, સાત બાર આઠ અ પ્રમાણપત્રો સહિતની ૫૭ જેટલી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

(11:39 am IST)