Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નારી ગૌરવ દિવસ : માણાવદર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીને ચેક વિતરણ

જૂનાગઢ : નારી ગૌરવ દિવસ નિમિત્ત્।ે માણાવદર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીને ચેક વિતરણ,ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય મંજુરી પત્રો,વ્હાલી દીકરી યોજના,તેમજ આ યોજના માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી  કાર્યકરને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાસન સપ્તાહ અન્વયે વિવિધ લોકહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે માણાવદર લાયન્સ સ્કુલ ખાતે ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મુખયમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે લાભાર્થીને ચેક વિતરણ,ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના,વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને સહાય મંજુરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્યશ્રી,નગરપાલીકા પ્રમુખ પુષ્પાબેન ગોર,કારોબારી સમિતીના ચેરમેન કંચનબેન ડઢાણીયા,ડીઆરડીએ નિયામકશ્રી જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ નિરવભાઇ પાનસરા,સામાજીક ન્યાય સમિતીના અધ્યક્ષ શાંતાબેન મુછડીયા,મામલતદાર રામ,બેન્ક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર પરાગભાઇ સહિતના ઉપસ્થિત રહ્ય હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન .એમ.જે.બાંભણિયાએ,આભારવિધિ એચ.કે નંદાણીયાએ કરી હતી.

(11:36 am IST)