Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગોંડલ : બિનહરીફ ચુંટાયા

ગોંડલ : તાલુકા શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની ૨૦૨૦ થી ૨૦૨૬ સુધી પાંચ વર્ષ માટે કારોબારીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.બહોળી સભ્ય સંખ્યા ધરાવતી આ મંડળીમાં પ્રમુખ તરીકે શિવરાજગઢ હાઇસ્કુલના આચાર્ય અરવિંદભાઈ રામાણી અને મહામંત્રી તરીકે કુમાર શાળા ૫ અ ગોંડલના આચાર્ય અને સેવાભાવી અશોકભાઈ શેખડાની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ઉપ પ્રમુખ તરીકે રાજેશભાઇ પંડિતની વરણી કરવામાં આવી. ગોંડલ વિધાનસભાનું યુવા નેતૃત્વ કરતા ગણેશસિંહજી જયરાજસિંહજી જાડેજાએ ગોંડલ ધારાસભ્ય વતી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.હોદ્દેદારોનું બહુમાન કર્યુ તે તસ્વીર.

(11:35 am IST)