Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કાલાવડમાં નારી ગૌરવ દિનની ઉજવણી

કાલાવડ : તાલુકા પંચાયત અને નગરપાલીકાના  સંયુકત ઉપક્રમે નારી ગૌરવદિન નિમિતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ તથા મહિલાઓની આર્થિક ઉન્નતી માટેની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ વોરા તથા નાનજીભાઇ ચોવટીયાએ તેમના વકતવ્યમાં સરકારની વિવિધ યોજના વિશે માહિતી આપી હતી. કાલાવડ તાલુકાના ૧૦ અને કાલાવડ શહેરના ૪ સખી મંડળના કુલ ૧૪ સ્વ સહાય જૂથને કુલ ૧૪ લાખના ચેકનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં તા.પં. પ્રમુખ એમ.પી.ડાંગરીયા, ન.પા. પ્રમુખ અજમલભાઇ ગઢવી, કારોબારી ચેરપર્સન રંજનબેન રાખોલીયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ ડાંગરીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઇ ડાંગરીયા, જી.પં. સદસ્ય જગદીશભાઇ સાંગાણી, ગોમતીબેન ચાવડા, મામલતદાર રેવર સાહેબ, ચીફ ઓફીસર મયુરભાઇ જોશી, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઇ સિંધવ, તા.પં.ના સદસ્યો, ન.પા.ના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નારી ગૌરવ દિનની ઉજવણીની તસ્વીર.

(11:33 am IST)