Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કચ્છના બંદરોએ બાયો ડીઝલના નામે કાળો કારોબાર : મિસ ડેકલેરેશન દ્વારા બેઝ ઓઇલ અને ડીઝલની દાણચોરી વચ્ચે એટીએસે તપાસમાં ઝુકાવ્યું

કેન્દ્ર સરકારની છૂટછાટ વચ્ચે વ્હાઇટ કોલર દાણચોરો દ્વારા ગુજરાતમાં બાયો ડીઝલના નામે થતાં બેઝ ઓઇલના કાળા કારોબાર વચ્ચે એટીએસની તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : રાજય સરકારે બાયો ડીઝલના વેચાણ સામે કરેલી લાલ આંખ વચ્ચે પોલીસે કરેલી કડક કાર્યવાહીથી બાયો ડીઝલના નામે વેચાતાં બેઝ ઓઈલનો ગેર કાયદે ધંધો અંકુશમાં આવ્યો છે સાથે ચર્ચામાં પણ છે. તે વચ્ચે ગુજરાત એટીએસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મુન્દ્રા પોર્ટ ઉપર એટીએસ દ્વારા બાયો ડીઝલ આયાત કરનારી પાર્ટીઓની તપાસ હાથ ધરાઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે, ગોરખધંધા કરતાં વ્હાઈટ કોલર દાણચોરો કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પેટ્રોલિયમ પ્રોડકટમાં અપાતી આયાતની છૂટછાટનો લાભ લઇ મિસ ડેકલેરેશન (એક ને બદલે બીજો માલ) દ્વારા ગેસોલિન જેવી અન્ય કેમિકલ પ્રોડકટોના નામે બેઝ ઓઇલ, ડીઝલ મંગાવી બાયો ડીઝલના નામે બેઝ ઓઇલ વેચી મોટી ગેરરીતિ આચરી રહ્યા છે.

જો એટીએસ તપાસ કરશે તો નવા કડાકા ભડાકા થશે. પોર્ટ ઉપર કસ્ટમ તંત્ર અને લેબોરેટરી ચેકીંગ સહિત અનેક એજન્સીઓ હોવા છતાં થઈ રહેલ ગેરરીતિ સતત ચર્ચામાં રહે છે.

(11:29 am IST)