Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હર્ષદ રિબડીયા કેસરિયો કરતાની સાથે જ વિસાવદર-ભેસાણ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પણ નક્કી..!!

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૬ : આ લખાઈ રહ્યુ છે ત્‍યારે હર્ષદભાઈ રિબડીયાનો ગાંધીનગર સ્‍થિત રાજકીય કાફલો કમલમ્‌ અમદાવાદ ખાતે જવા નીકળી રહ્યો છે જ્‍યાં કમલમ્‌ ખાતે સંપૂર્ણ તૈયારીઓ સજ્જ છે.

પ્રદેશ  પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ કક્ષાના ધુરંધર નેતાઓની હાજરીમા હર્ષદભાઈ રિબડીયા તથા તેમના સમર્થકોને ખેસ પહેરાવી વિધવત્‌ ભાજપમા પ્રવેશ અપાશે.

હર્ષદભાઈ રિબડીયા ભાજપમા જોડાતા જ વિસાવદર-ભેસાણની બેઠક પરના ભાજપના ઉમેદવાર તરીકે નક્કી હોવાનુ અત્‍યંત વિશ્વાસપાત્ર સુત્રો જણાવી રહ્યા છે.

(2:20 pm IST)