Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ટંકારા ગાયત્રીનગર ગરબીમાં રાવણ વધઃ ભીતરના દુર્ગુણોના દહન કરવા સંકલ્‍પ

ટંકારા : ટંકારાના ગાયત્રી નગર સોસાયટીની ગરબીમા  રામ-રાવણનુ ભિષણ યુદ્ધ થયું. જેમા રાવણવધ કરી દશાનંદના વિશાળ પુતળાનું દહન કર્યુ હતું. રાવણના પૂતળાના દહન સાથે લોકોએ પોતાની ભીતરમાં રહેલા દુર્ગુણોનો દહન કરવાના સંકલ્‍પ લીધા હતા. ટંકારા શહેરના ભાગોળે આવેલ ગાયત્રી નગર સોસાયટી ખાતે પાટીદાર સમાજ દ્વારા ભવ્‍યતાથી ભવ્‍ય પ્રાચીન ગરબા ગાઈ નોરતામા માં શક્‍તિની આરાધના કરવામાં આવી હતી ટંકારા શહેરની દશેરાના દિવસે એક માત્ર એવી ગરબી છે જયાં રાવણ દહન કરવામાં આવે છે. જેને જોવા પંથકના લોકો અહી ઉમટી પડે છે. આ વર્ષે પણ નવરાત્રી પછી દશેરા નિમિતે રામ રાવણનુ ભિષણ યુદ્ધ પછી લંકાપતિનુ દહન કરવા બોલી લગાવી હતી. બોલીના અંતે ૬૬૬૬ની બોલી કરીને જગદીશ દામજીભાઈ લો ( જે. ડી એ) દહનનો ચડાવો કરી દશાનંનનુ દહન કર્યુ હતું. આ ઉપરાંત લોકોએ પણ પોતાના ભીતરમાં રહેલા દુર્ગુણોનું દહન કરવાના સંકલ્‍પ લીધા હતા.(જયેશ ભટ્ટાસણા-ટંકારા)

(2:13 pm IST)